(demo photo)
અમદાવાદઃ ડિસેમ્બર 2022થી શરૂ થતા G-20 ગ્લોબલ ફોરમનું પ્રમુખપદ ભારત સંભાળશે. ગુજરાત સરકાર રાજ્યમાં G-20 કાર્યક્રમનું આયોજન કરવાની તૈયારીઓ કરી રહી હોવાનો ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો રિપોર્ટ છે. ચાલુ મહિનાની શરૂઆતમાં જી 20 દ્વારા રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સાથે પ્રાથમિક ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત સરકારના ટોચના અધિકારીઓ વિદેશ મંત્રાલયના અધિકારીઓને મળ્યાં હતા. ગુજરાતની ટીમે સરકારને 1 ડિસેમ્બર, 2022 થી 30 નવેમ્બર, 2023 દરમિયાન જી20નું આયોજન કેવી રીતે કરી શકાય તેની માહિતી આપી હતી. મીટિંગ બાદ ચીફ સેક્રેટરીએ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓને વિદેશ મંત્રાલય અને જી20 સેક્રેટરીએટ સાથે કોઓર્ડિનેશન કરવા સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતને નેતાઓની કોન્ફરન્સ અથવા મંત્રી સ્તરની કોન્ફરન્સ જેવી મહત્વની જી-20 બેઠકોની યજમાની કરવાની તક મળી શકે છે. રાજ્ય સરકારે G-20 સંબંધિત તમામ ઇવેન્ટ્સ માટે વિદેશ મંત્રાલય સાથે સંકલન કરવા નોડલ એજન્સી તરીકે ઉદ્યોગ અને ખાણ વિભાગનું નામ સૂચવ્યું છે.
સૂત્રોના કહેવા મુજબ, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનનો બહોળો અનુભવ ધરાવતા અધિકારીઓને કોઓર્ડિનેટર, નોડલ ઓફિસર બનાવવામાં આવશે. આગામી દિવસોમાં MEA અને G-20 સચિવાલયના નિર્દેશોને આધારે અમે વધુ એક ટીમની નિમણૂંક કરીશું.જે G-20 ઇવેન્ટના આયોજનની લોજિસ્ટિક્સ સહિત તમામ પાસાઓ પર ધ્યાન આપશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
વેકેશનનો સારો ઉપયોગ....શાશ્વત શાળાએ બાળકોને કરાવી શારિરીક વ્યાયામની પ્રવૃતિઓ, વાલીઓને પણ કર્યાં જાગૃત | 2024-03-26 19:59:19
અમદાવાદમાં શાહ, કહ્યું રઘુવીર અવધમાં હોળી રમી રહ્યાં છે, જે અમારા માટે આનંદની વાત છે | 2024-03-25 13:52:51
ચૂંટણી મેદાન છોડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપના નેતાઓ સાથે ધંધાકીય સંબંધોના અનેક વખત થયા છે આક્ષેપો | 2024-03-22 12:52:10