તંત્રની બેદરકારીએ લીધો માસૂમ વિદ્યાર્થીનીનો ભોગ
ખુલ્લી ગટરમાં પડી જતાં માસૂમનું મોત
પરિવારજનોમાં તંત્ર સામે આક્રોશ
મહેસાણાઃ વિસનગરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વિસનગરમાં થલોટા ચોકડી નજીક ખુલ્લી ગટરમાં વિદ્યાર્થીની પડી જતાં તે મોતને ભેટી છે. જ્યારે એક વિદ્યાર્થીનીનો બચાવ થયો છે. ત્રણ કલાકની ભારે જહેમત બાદ કિશોરીની ભાળ મળી હતી. જે બાદ મોત વચ્ચે ઝોલાં ખાતી હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં ટૂંકી સારવાર બાદ 14 વર્ષીય જિયા નાયી નામની બાળકીએ દમ તોડી નાખ્યો હતો.
શાળાએથી ઘરે જવા માટે આ કિશોરી નીકળી હતી. થલોટા ચોકડી પર રોડ ક્રોસ કરવા જતા સાયકલ સ્લીપ મારી ગઈ હતી. સાયકલમાં સવાર બંને કિશોરી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. વરસાદના પાણીમાં બાળકીએ સાયકલ પરથી કાબુ ગુમાવતા આ બનાવ બન્યો હતો. 3 કલાકની જહેમત બાદ એકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે એકને બચાવી લેવાઈ હતી. ઘટનાને લઇ લોકોનો નગરપાલિકા તંત્ર સામે રોષ ભભૂકયો છે. 14 વર્ષીય જિયા વિજયભાઈ નાયીનુ ડૂબી જવાથી મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.
વિસનગરમાં વરસાદી સિઝનમાં ખુલ્લી ગટરમાં બાળકીઓ ગરકાવ થઇ જતા લોકો બુમાબુમ કરવા લાગ્યા હતા. જોત જોતામાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતા. હાજર સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ તંત્ર અને ફાયર ટીમને જાણ કરી હતી. જે બાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાળકીને શોધવા પોલીસ તંત્ર, નગરપાલિકા સહિતની ટીમો કામો લાગી હતી. તેણીને શોધવા ત્રણ જેસીબી ઉપરાંત એક ક્રેઈન, 108 અને ફાયર વિભાગે પણ કમરકસી હતી.
ભારે વરસાદને પગલે ગટર લાઈનમાં પાણીનો પ્રવાસ ખૂબ હતો જેથી રેસ્ક્યૂં ઓપરેશનમાં પણ મોટી તકલીફ પડી રહી હતી. અંતે JCB મશીનની મદદથી ગટર તોડવામાં આવી હતી અને એક બાળકીને ગંભીર હાલતમાંથી બહાર કાઢવામાં આવી હતી. જે બાદ 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.સમગ્ર ઘટનાને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કિશોરીને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
વિસનગરના MLA અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મને વિસનગરમાં ભારે વરસાદમાં આ દુર્ઘટનાના સમાચાર મળ્યાં, હાઇવે પર એક તરફનું પાણી બીજી તરફ જાય તે માટે નાળુ બનાવ્યું છે. બે દિકરીઓ તણાઇ હતી, એકને બચાવી લીધી છે. દિકરીનું હૃદય બંધ થઇ જતા મોત નિપજ્યું છે. વિસનગરે એક દીકરી ગુમાવી એનું દુઃખ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ- Gujaratpost
2022-08-07 20:37:54
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ફરી જામશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના- Gujaratpost
2022-08-06 19:48:28