Thu,18 April 2024,7:44 pm
Print
header

ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી થઈ શકે છે The Kerala Story

ગાંધીનગરઃ આજે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક મળશે. જેમાં ધ કેરલા સ્ટોરી ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની ચર્ચા થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળનારી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે નિર્ણય લેવામાં આવી શકે છે. જો નિર્ણય પર સહમતિ બનશે તો વધુ એક ભાજપ શાસિત રાજ્ય આ ફિલ્મને ટેક્સ ફ્રી કરશે.

ગઈકાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફિલ્મને ટેક્સ ફ્રી કરી હતી. આ પહેલા મધ્ય પ્રદેશમાં ફિલ્મને કરમુક્ત જાહેર કરાઈ હતી. બીજી તરફ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ધ કેરલા સ્ટોરી હેડલાઈન્સમાં છે, તેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે. જ્યારે ચાહકો અને સેલેબ્સ ફિલ્મને સમર્થન કરતા જોવા મળી રહ્યાં છે, ત્યારે ઘણા લોકો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની વાતો કરી રહ્યાં છે. તો ધ કેરળ સ્ટોરીનું જબરદસ્ત કલેક્શન પણ મળી રહ્યું છે, આ ફિલ્મે માત્ર 5 દિવસમાં 50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch