Sat,20 April 2024,1:04 pm
Print
header

જીએસટી વિભાગના અધિકારીઓ ઊંઘતા રહ્યાં અને કૌભાંડીઓએ 27.14 કરોડ રૂપિયા ઘરભેગાં કરી નાખ્યાં-Gujarat Post

શું અધિકારીઓની કોઇ જ જવાબદારી બનતી નથી ?

આટલું કૌભાંડ થઇ ગયું ત્યાં સુધીમાં અધિકારીઓએ શું કર્યું ?

અમદાવાદ, સુરતઃ રાજ્યમાં વધુ એક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નું કૌભાંડ સામે આવ્યું છે, અધિકારીઓ ઊંઘતા રહ્યાં અને દિલીપ પટેલ, ભાવનગરના ભઇલુ નામના શખ્સોએ ભેગા મળીને કરોડોનું કૌભાંડ કરી નાખ્યું, એજન્સીના આંકડા મુજબ 27.14 કરોડ રૂપિયા ચાઉં થઇ ગયા છે, સુરત DGGI એ દરોડા કર્યાં ત્યારે આ સમગ્ર કૌભાંડનો આંકડો સામે આવ્યો, કોન્ટ્રાક્ટર મેસર્સ શક્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોપરાઇટર દિલીપ પટેલે આ રકમ ચાઉં કરીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.

આટલું મોટું કૌભાંડ થઇ ગયું અને અધિકારીઓને વહેલી ખબર પણ ન પડી !

જીએસટીના અધિકારીઓ સામે તપાસ જરૂરી !

મેસર્સ શક્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અન્ય કંપનીઓ સાથેના વ્યવહારોની ઉંડી તપાસ જરૂરી  

જુદી જુદી કંપનીઓમાં બિલો ફેરવીને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરીને 27.14 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી. આરોપી દિલીપની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ હવે કરોડો રૂપિયાની રિકવરી ક્યારે થશે તે સૌથી મોટો સવાલ છે !! આરોપીએ કબૂલાત કરી છે કે તેની કંપનીઓમાં માત્ર બિલો જ આવ્યાં હતા. એટલે કે કોઇ પણ પ્રકારના માલની લે-વેચ વગર માત્ર કાગળ પર ધંધો બતાવાયો હતો અને આઇટીસી લઇ લેવામાં આવતી હતી.

ભાવનગરના ભઇલુ પાસેથી બિલો લીધાનો ઘટસ્ફોટ

સિમેન્ટ અને સ્ટીલના ખોટા બિલો બનાવ્યાં હતા

આ કંપની સરકારમાં સિવિલ વર્કના કામો કરે છે, સરકારમાં કરોડો રૂપિયાના અનેક પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે, તેની પણ તપાસ જરૂરી છે. અમદાવાદમાં નહેરૂનગરમાં કંપનીની ઓફિસમાં તપાસ થઇ છે, ઉપરાંત આ કંપનીએ અન્ય 12 જેટલી કંપનીઓ સાથે મોટો બિઝનેસ કર્યો છે, તેની પણ તપાસ થઇ રહી છે. કૌભાંડનો આંકડો વધી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch