અમદાવાદઃ રાજ્યમાં એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે બપોર પછી પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને અમદાવાદના પાલડી સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી છે.
પાલનપુર-અંબાજી હાઇવે અને પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાટણમાં ધમાકેદાર વરસાદથી રેલવે ગરનાળા, ગાયત્રી મંદિર, ચિત્રકુટનગર, યોગેશ્વર પાર્ક અને શ્રીનગર સોસાયટી જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશમાં લો-પ્રેશર સક્રિય છે, જ્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલું નવું લો-પ્રેશર આગામી 24 કલાકમાં 'ડિપ્રેશન'માં ફેરવાઈ શકે છે. આ ઉપરાંત મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે. દરિયાકાંઠે 30 થી 40 કિમી- કલાકની ઝડપે પવન ફૂંકાવવાની અને દરિયો રફ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17