Fri,26 April 2024,2:39 am
Print
header

નેઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચ્યું, જાણો કંઇ કંઇ જગ્યાઓએ પડ્યો વરસાદ- Gujarat post

દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસાનું વિધિવત આગમન

આગામી 24 કલાક ગાજવીજ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થશે

અમદાવાદઃ વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. નેઋત્યનું ચોમાસું આજે ગુજરાતમાં પહોંચી ગયું છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું છે. આગામી 24 કલાક ગાજવીજ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં  વરસાદ પડશે. 48 કલાકમાં મોન્સૂન આગળ વધી શકે છે. આગામી 3 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. છેલ્લા 6 કલાકમાં 15 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નડિયાદ તાલુકામાં 1.5 ઈંચ જેટલો પડ્યો છે, સુરતના ઓલપાડમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. લિલીયામાં ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે. ઘારીના ચલાલામાં વરસાદ શરૂ થયો છે.લીલીયા શહેર અને આજુબાજુના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદને કારણે વાતાવરણ ઠંડક પ્રસરી છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના બોર્ડર વિસ્તારોના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. બનાસકાંઠાના કાંકરેજ, ભાભર, દિયોદર સહિત ધાનેરા તાલુકામાં વરસાદનું આગમન થયું છે.

હિંમતનગર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. હિંમતનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે. હિંમતનગરના ખેડ, ધનપુરા,જાબુંડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. વરસાદને લઈને ખેડૂતો વાવેતરના આગોતરા આયોજનમાં લાગ્યા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch