Sun,08 September 2024,11:35 am
Print
header

Gujarat Politics: ગુજરાત ભાજપમાં નવા જૂનીના એંધાણ, જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે

Jawarhar Chavda News: ગુજરાતમાં ફરીથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઘણાં લાંબા વખતથી નારાજ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા કંઇ નવાજૂની કરવાના મૂડમાં છે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, જવાહર ચાવડાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ખાનગીમાં બેઠક કરી છે. આ જોતાં આગામી દિવસોમાં જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘરવાપસી કરે તેવા એંધાણ છે. સૂત્રોનાં મતે, જવાહર ચાવડા જીલ્લા- તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલાં સમર્થકો સાથે કોંગ્રેસમાં ઘરવાપસી કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.

પોરબંદરની પેટાચૂંટણી વખતે મનસુખ માંડવિયાએ જવાહર ચાવડા પર નિશાન સાધી એવુ કહ્યું હતું કે, જે વ્યક્તિ પક્ષના નિશાન લઈને ફરે છે તેમણે પક્ષનું કામ કરવું જોઇએ. સામે જવાહર ચાવડાએ કહ્યું કે, ભાજપ પક્ષવિરોધીઓને જ છાવરે છે. જેમણે ચૂંટણીમાં પક્ષના ઉમેદવારને હરાવવાનું ખુલ્લેઆમ કૃત્ય કર્યુ છે તેની સામે પગલાં ભરવામાં આવતા નથી. વર્ષ 2017માં જે ભાજપના નેતાઓએ કોંગ્રેસને મદદ કરી હતી. એ જ નેતાઓએ વર્ષ 2019માં પણ ભાજપના ઉમેદવારને હરાવવાનું કૃત્યુ કર્યુ હતું.

જવાહર ચાવડા લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યાં બાદ પક્ષપલટો કરી ભાજપમાં આવ્યાં હતા. રૂપાણી કેબિનેટમાં મંત્રીપદ આપ્યાં બાદ તેમને પડતા મુકાયા હતા જે બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેમને કોઈ હોદ્દો અપાયો ન હતો. જે બાદ વિધાનસભાની ચૂંટણીમાં તેમની હાર થયા બાદ તેઓ જાણે અજ્ઞાતવાસમાં જતા રહ્યાં હોય તેમ રાજકીય કાર્યક્રમોમાં દેખાતા બંધ થયા હતા. લોકસભાની ચૂંટણી સમયથી જ તેઓ નવા જૂની કરવાની ફીરાકમાં હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ હજુ સુધી કંઈ કર્યુ નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch