Sat,17 October 2026,4:53 am
Print
header

રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો

  • Published By
  • 2026-09-10 18:09:55
  • /
  • અલ્પેશ ઢોલરીયાના આર્થિક વ્યવહારોની તપાસ કરાવવાની માંગ
  • મેન્ડેટ ન મળવા છતાં જીતેલા સખિયાએ પાર્ટી વ્હીપ બતાવીને ભાજપના જ કાર્યકર હોવાનો દાવો કર્યો

રાજકોટ: લોધિકા સંઘની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ સૌરાષ્ટ્ર ભાજપનો આંતરિક દખો સપાટી પર આવી ગયો છે. જયેશ રાદડિયા અને કોરાટ જૂથ વચ્ચેના વર્ચસ્વના જંગમાં હવે ભાજપ સામે જ ભાજપ આમને-સામને આવી ગયું છે. સંઘની 15માંથી 13 બેઠકો પર ભાજપના સત્તાવાર ઉમેદવારોનો વિજય થયો છે, જ્યારે બે બેઠકો પર બળવાખોર ઉમેદવારોએ બાજી મારી છે. માધાપર જૂથની બેઠક પર ભાજપના મેન્ડેટ સાથે લડેલા પૃથ્વીસિંહ જાડેજાને પરાજય આપી વિજેતા બનેલા વિજય સખિયાએ સીધા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સામે બળવો પોકાર્યો છે.

ચૂંટણી પરિણામો બાદ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ વિજય સખિયા ભાજપના કાર્યકર નથી તેવું નિવેદન આપતાં વિવાદ વકર્યો હતો. આ નિવેદનનો વળતો જવાબ આપતાં સખિયાએ પાર્ટી દ્વારા અપાયેલો વ્હીપ રજૂ કરીને પુરાવો આપ્યો હતો. સખીયાએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, જો હું ભાજપમાં ન હોઉં તો પાર્ટીએ મને વ્હીપ શા માટે આપ્યો ? વર્ષ 2016 માં જ્યારે નાગદાનભાઈ ચાવડા પ્રમુખ હતા ત્યારે હું પડધરી તાલુકાનો પ્રભારી હતો. અલ્પેશભાઈથી આખું સંગઠન નારાજ છે અને તેઓ સતત ખોટું બોલીનેે મતદારો પર દબાણ લાવતા હતા. આ સાથે ચૂંટણી દરમિયાન એક મતદારનું અપહરણ થયું હોવાનો સનસનીખેજ આક્ષેપ કરાયો છે.

સખિયાએ પ્રદેશ ભાજપ નેતૃત્વ સમક્ષ તપાસની માંગ કરતાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે, જિલ્લા પંચાયતના કોઈ પણ સભ્યોને પૂછી લો કે અલ્પેશભાઈએ કોની સાથે કેવા આર્થિક વ્યવહારો કર્યા છે ? તેમણે વધુમાં ઉમેર્યું કે, શરૂઆતમાં પાર્ટીએ ફોર્મ ભરવાનું કહ્યું અને ફોર્મ ખેંચવાના સમયે બીજાને ટિકિટ આપી દીધી. સેન્સ પ્રક્રિયામાં મતદારોએ મારું નામ આપ્યું હોવા છતાં અલ્પેશ ઢોલરીયા અને જિલ્લા પ્રભારી ભરત આર્યા જેવા બે-ત્રણ લોકોએ પોતાના મળતિયાઓને ટિકિટ વેંચી દીધી હતી.

જયેશ રાદડિયા સાથેના સંબંધો અંગે સ્પષ્ટતા કરતાં સખિયાએ જણાવ્યું કે, તેમની સાથે પારિવારિક સંબંધો છે, પરંતુ આ ચૂંટણીમાં કોઈ લેવાદેવા નથી. સામે પક્ષે અરવિંદ રૈયાણીના આક્ષેપોનો જવાબ આપતાં તેમણે ઉમેર્યું કે, ગત વિધાનસભા ચૂંટણીમાં શહેરના હોદ્દેદારોને પૂછવું જોઈએ કે કોણે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હતું. પ્રદેશ ભાજપ સંગઠન મારો ભૂતકાળ ચકાસી લે, મેં ક્યારેય પક્ષવિરોધી કામગીરી કરી નથી. નોંધનિય છે કે પૂર્વ મંત્રી રૈયાણીની પણ આ ચૂંટણીમાં હાર થઇ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch