Wed,22 January 2025,3:58 pm
Print
header

પાટણમાં મળી SC, ST, OBC અને અલ્પસંખ્યક સમાજના આગેવાનોની બેઠક, આ માંગો પર થઇ ચર્ચાઓ

પાટણઃ ભાજપ સરકાર સામે વધુ એક પડકાર ઉભો થઇ રહ્યો છે, હવે પોતાની માંગોને લઇને પાટણમાં એસસી, એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક સમાજના આગેવાનોની એક બેઠક યોજાઇ હતી, જેમાં મોટી સંખ્યામાં જુદા જુદા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા, આગેવાન દેવ દેસાઇએ માહિતી આપતા જણાવ્યું કે આ બેઠકમાં સરકાર સામે કેટલીક માંગણીઓ કરવાનો નિર્ણય કરાયો છે.

બેઠકમાં આ મુદ્દાઓ મામલે મનોમંથન કરાયું

1. જાતિગત જનગણના તાત્કાલિક થવી જોઈએ.
2. ઓબીસી, એસસી, એસટી અને માઈનોરીટીના જે પણ નિગમો છે તે નિગમોમાં સમાજની વસ્તી પ્રમાણે ભંડોળ ફાળવવામાં આવે.
3. દૂધ ઉત્પાદક સંઘો, એપીએમસીમાં ઓબીસી, એસસી, એસટી અને મનોરિટીની ભાગીદારી અને મહિલાઓના અનામતની જોગવાઈ કરવામાં આવે.
4. ઝવેરી પંચનો રિપોર્ટ જાહેર કરવામાં આવે.
5. સરકારી વિભાગોમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા એટલે કે કરાર આધારિત નોકરીઓ તાત્કાલિક ધોરણે રદ કરીને કાયમી ભરતી કરવામાં આવે અને તેમાં  રિઝર્વેશનનું પાલન બંધારણના નિયમો મુજબ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવામાં આવે.

ઉપરના તમામ મુદ્દાઓ મામલે બેઠકમાં ચર્ચા થઇ હતી અને બધા જ સમાજના આગેવાનોએ આ મુદ્દાઓ ગામડે ગામડે પહોંચાડવા અને ભાજપ સરકાર સામે માંગણીઓ ઉગ્ર બનાવવા એક થયા છે. ત્યારે આગામી સમયમાં આ મામલે રાજ્ય સરકાર માટે મોટા પડકાર ઉભા થઇ શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch