Fri,19 April 2024,5:12 pm
Print
header

લ્યો બોલો, ગુજરાતની કુલ વસ્તી કરતાં મોબાઈલની સંખ્યા વધારે

અમદાવાદઃ હાલ મોબાઈલ લોકોના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે. નાના ગામડાઓથી લઈને મોટા શહેરોમાં રહેતા લોકો તેમની ક્ષમતા મુજબના મોબાઈલ ફોન રાખતા થયા છે. કોરોના કાળમાં સ્કૂલ કાર્ય ઓનલાઈન થતાં તથા સરકારે ડિજિટલ ક્ષેત્રને પ્રોત્સાહન આપતાં ગુજરાતમાં મોબાઈલ ધારકોની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યની કુલ વસ્તી કરતાં મોબાઈલની સંખ્યા વધી ગઈ છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા લેટેસ્ટ રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે જૂન મહિનામાં ગુજરાતમાં મોબાઈલ ધારકોની સંખ્યા 7 કરોડને પાર થઈ ગઈ છે. જૂન મહિનામાં રાજ્યમાં 2,78 લાખ નવા કનેકશન ઉમેરાયા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે દર 100 લોકોના વસ્તીએ 114 મોબાઈલ ફોન છે. આ બાબતે દિલ્હી ટોચ પર છે. આ પ્રમાણ દિલ્હીમાં 324, હિમાચલ પ્રદેશમાં 158, પંજાબમાં 140, કેરળમાં 135, મહારાષ્ટ્રમાં 117 છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 6.11 કરોડ લોકોની વસતી છે, જેની સામે મોબાઈલ ધારકોની સંખ્યા 7 કરોડને પાર પહોંચી ગઈ છે.

ટેલિકોમ ઈન્ડસ્ટ્રીઝના સૂત્રોના જણાવ્યાં મુજબ મહામારીની શરૂઆતથી રાજ્યમાં બ્રોડબેંડની માંગમાં વધારો થયો છે. વર્કફ્રોમ અને ઓનલાઈન એજ્યેકેશનને કારણે લોકો બ્રોડબેંડ તરફ વળ્યાં છે. ઘણા લોકોએ બાળકોના ભણતર માટે જ નવું સિમ ખરીદ્યુ હતું. જેને કારણે પણ સંખ્યામાં વધારો થયો છે. ચાલુ વર્ષે જૂનમાં ભારતી એરટેલના સબસ્ક્રાઈબર્સમાં 97,526, રિલાયન્સ જિયોના ગ્રાહોમાં 5.43 લાખનો વધારો થયો હતો, જેની સામે વોડાફોને 2.37 લાખ અને બીએસએનએલે 1.24 લાખ ગ્રાહકો ગુમાવ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch