Fri,28 March 2025,2:39 am
Print
header

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં

ભાજપ, કૉંગ્રેસ, આપના અનેક નેતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો

મહેમદાબાદમાં પ્રિ સાઇડિંગ ઓફિસર નશાની હાલતમાં ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે 5084 ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ 4 કલાકમાં સરેરાશ 8 ટકા જેટલું મતદાન થયું છે.

સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડે થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતેના મતદાન બૂથ ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દરેક મતદાર પોતાનો પવિત્ર અને કિંમતી મત આપી દેશ પ્રત્યેની નૈતિક ફરજ અદા કરે તે માટે મતદારોને મતદાન માટે અપીલ કરતા કહ્યું હતું કે, લોકતંત્રને ધબકતું રાખવા ભારતના શ્રેષ્ઠ નાગરિક તરીકે દરેકે મતદાનની પવિત્ર ફરજ બજાવી સહભાગી થવું જોઈએ. સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલવાની છે.

રાજકોટ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ અને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. લલિત વસોયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આજે પરિવાર સાથે અને ખાસ મારા માતૃશ્રી 101 વર્ષની ઉંમરે મતદાન કરવા સાથે આવ્યા હતા. રાધનપુરના વોર્ડ નંબર 7માં વિનય વિદ્યાલયના રૂમ નંબર-3માં છેલ્લા 1 કલાક થી ઈવીએમ ખોટકાયું હોવાથી મામલતદાર નવું ઈવીએમ લઈને દોડી આવ્યાં હતા.

બીજી તરફ મહેમદાવાદ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબંર પાંચના મતદાન મથક-3 પર ફરજ ઉપર હાજર પ્રિસાઈડિંગ ઓફિસર વિરેન્દ્રસિંહ સુખાભાઈ બારિયા દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યાં હતા. વિરેન્દ્રસિંહ સરકારી શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બનાવની જાણ થતાં કલેક્ટર દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસરને ખસેડી દેવામાં આવ્યાં હતા અને પોલીસે પણ તેમની સામે ગુનો દાખલ કર્યો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch