Sat,14 March 2026,1:29 am
Print
header

ગુજરાત કેડરના IAS અધિકારીઓની સંખ્યામાં વધારો, કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

  • Published By panna patel
  • 2026-02-23 18:01:52
  • /

નવી દિલ્હીઃ રાજ્યના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વધી રહેલી વહીવટી જરૂરિયાતો અને પ્રોજેક્ટ્સના અમલીકરણને ધ્યાનમાં રાખીને IAS કેડરની સંખ્યામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રના પર્સનલ અને ટ્રેનિંગ વિભાગ  દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ,ગુજરાત કેડરમાં IAS અધિકારીઓની કુલ સંખ્યા 313 થી વધારીને 328 કરવામાં આવી છે. આ ફેરફાર દ્વારા કુલ 15 નવી જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.

રાજ્યમાં સિનિયર ડ્યુટી પોસ્ટ્સની સંખ્યા હવે 161 થી વધીને 169 થઈ ગઈ છે.  આ વધારામાં સીધી ભરતી  અને રાજ્ય સેવાઓમાંથી બઢતી મેળવતા અધિકારીઓ એમ બંનેનો સમાવેશ થાય છે.

વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સમયાંતરે 'કેડર રિવ્યું' કરવામાં આવે છે. આ વખતના વધારા પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમકે  ગુજરાતમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણને પહોંચી વળવા માટે વધુ અધિકારીઓની જરૂરિયાત, રાજ્યમાં ચાલી રહેલા વિવિધ મહત્વકાંક્ષી સરકારી પ્રોજેક્ટ્સનું સમયસર અને અસરકારક અમલીકરણ,  વહીવટી કાર્યક્ષમતા વધારવી અને અનુભવી અધિકારીઓની અછત દૂર કરવી.

 આ ફેરફારથી રાજ્યના વહીવટી તંત્રમાં નવી ઊર્જા આવશે અને પેન્ડિંગ કામગીરીમાં ગતિ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch