Thu,25 April 2024,2:55 pm
Print
header

લઠ્ઠાકાંડ અપડેટઃ આરોપી સામે 304 ની કલમ ઉમેરાઈ, અઠવાડિયામાં એસઆઈટી સોંપશે રિપોર્ટ– Gujarat Post

અમદાવાદઃ બરવાળા-ધંધુકામાં થયેલા લઠ્ઠાંકાંડમાં તટસ્થ તપાસ થઇ શકે તે માટે ગૃહ વિભાગે સમગ્ર ઘટના બહાર આવતાની સાથે જ રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષકતામાં એસઆઇટીની રચના કરી હતી. સુભાષ ત્રિવેદી અને સીટના અન્ય અધિકારીઓએ બુધવારે રાણપુર અને બરવાળાની મુલાકાત લીધી હતી. લઠ્ઠાંકાડમાં ભોગ બનેલા લોકોની મુલાકાત લેવાની સાથે કેસને લગતી અન્ય બાબતો અંગે તપાસ કરી હતી.

બરવાળા-ધંધુકા લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ દ્વારા હત્યા અને પ્રોહિબીશનની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.જો કે કાયદાકીય માર્ગદર્શન બાદ આ કેસની તપાસમાં 302ના બદલે સાપરાધ મનુષ્ય વધની કલમ 304 સહિત અન્ય 8 કલમ ઉમેરવાની રજૂઆત તપાસ અધિકારી દ્વારા બરવાળા કોર્ટમાં કરવામાં આવી હતી. બુધવારે ખાસ નિમણૂંક કરાયેલા સરકારી વકીલે આ સંદર્ભમાં કોર્ટમાં રજૂઆત કરતા કોર્ટે તમામ દલીલોને ગ્રાહ્ય રાખીને  304 સહિતની કલમ ઉમેરવાની મંજૂરી આપતા આરોપીઓ પર કાયદાનો ગાળિયો વધુ મજબુત થયો છે.તપાસ પૂર્ણ થયા બાદ એસઆઇટી ગૃહ વિભાગમાં રિપોર્ટ તૈયાર કરશે.આ સાથે અન્ય એજન્સીઓને પણ એસઆઇટી તપાસમાં મદદ કરશે, સપ્તાહમાં એસઆઈટી રિપોર્ટ તૈયાર કરીને સોંપશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch