Wed,19 February 2025,9:28 pm
Print
header

સ્ટેટ GST ના અનેક જગ્યાએ દરોડા, અમદાવાદ,સુરત, વાપીમાંથી ઝડપાઇ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી

(પ્રતિકાત્મક ફોટો)

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગે ટેક્સ ચોરી કરનારાઓ પર ફરીથી તવાઇ બોલાવી છે, આ વખતે અમદાવાદ, સુરત, વાપી, વ્યારામાં દરોડા કરવામાં આવ્યાં હતા. કેમિકલ્સ, રમકડા-ગિફ્ટ આર્ટિકલ્સ, બ્યુટીપાર્લર ચલાવનારાઓ અને મેન પાવર સપ્લાય કરનારી પેઢીઓ પર દરોડા કરાયા છે.

આ દરોડામાં 9.11 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી પકડી પાડવામાં આવી છે. સ્ટેટ જીએસટીની ટીમો દ્વારા કુલ 14 વેપારીઓને ત્યાં દરોડા કરવામાં આવ્યાં હતા. દરોડા દરમિયાન બિન હિસાબી જથ્થો મળી આવ્યો હતો અને કેટલાક મહત્વના દસ્તાવેજો મળી આવ્યાં છે, તમામ ગણતરી બાદ 9.11 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી લેવામાં આવી હતી.

નોંધનિય છે કે છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ટેક્સ ચોરી કરનારાઓ અને બોગસ બિલિંગનું કામ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch