Wed,19 February 2025,8:58 pm
Print
header

ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવું બન્યું સરળ, વધુ 5 Volvo બસો દોડાવાશે

  • આજે સાંજથી બુકિંગ શરૂ થશે
  • અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાથી દોડશે બસો

અમદાવાદઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ જઈ રહ્યાં છે. અહીં જવા માટે ગુજરાત સરકારે થોડા સમય પહેલા વોલ્વો બસ શરૂ કરી હતી.ગણતરીના મીનિટોમાં જ તમામ બુકિંગ ફૂલ થઈ ગયું હતું. ગુજરાતીઓના ધસારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પ્રયાગરાજ સુધીની નવી 5 બસો શરૂ કરવાનો નિર્ણય કર્યો છેે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્ય પ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 4 ફેબ્રુઆરીથી નવી 5 બસો (અમદાવાથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ) શરુ કરવામાં આવશે. 

સુરત તથા રાજકોટ ખાતેથી નવી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામાં આવશે. અમદાવાદ અને વડોદરા ખાતેથી નવી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામાં આવશે. શરુ થનારી નવી તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. 

પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. 7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 નિયત કરવામાં આવ્યું છે. આ નવી બસોનું ઓનલાઇન બુકિંગ આજે સાંજે 5 કલાકથી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch