ગાંધીનગરઃ રાજ્યના શહેરી વિકાસ વિભાગે ત્રણ મોટા શહેરો અમદાવાદ, રાજકોટ અને સુરત માટે ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમોને મંજૂરી આપતો મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી આ વિસ્તારોમાં રસ્તા અને જાહેર સુવિધાઓ સહિતના વિકાસ કાર્યોને વેગ મળશે.
અમદાવાદના પાલડી એક્સ્ટેન્શન (ચોથી ફેરફારિત) અને આંબાવાડી વિસ્તારની TP સ્કીમોને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. આંબાવાડી TP સ્કીમમાં વધતી વસતિને ધ્યાનમાં રાખીને જાહેર ઉપયોગ અને સામાજિક સુવિધાઓ માટે જમીન અનામત રાખવામાં આવી છે. અમદાવાદની વિરોચનનગર-ખોરજ વિસ્તારની TP સ્કીમને સરકારે નામંજૂર કરી દીધી છે. તેથી હવે આ વિસ્તાર માટે નવી કે સુધારેલી યોજના લાવવી પડશે.
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળની ઘંટેશ્વર-પરાપીપળિયા સ્કીમને પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે. આ સ્કીમમાં કેટલાક પ્લોટોને પાર્કિંગ, સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુવિધાઓ માટે અનામત રાખવામાં આવ્યાં છે.
સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની ખોલવડ-ભાડા સ્કીમમાં સરકારે જરૂરી સુધારા જાહેર કર્યા છે. આ સુધારા મુજબ પ્લોટના ક્ષેત્રફળ અને તેના ઉપયોગની વિગતો બદલવામાં આવી છે.
મંજૂર કરાયેલી આ તમામ TP સ્કીમોના નકશા, દસ્તાવેજો અને રીડિસ્ટ્રિબ્યુશન સ્ટેટમેન્ટ જાહેર જનતાના નિરીક્ષણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કોઈ પણ નાગરિક સરકારી કામકાજના દિવસો દરમિયાન સંબંધિત ઓથોરિટીની કચેરીએ જઈને આ દસ્તાવેજો જોઈ શકશે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
ટ્રાન્સમિશન લાઇન્સ: ગેરમાન્યતાઓ, હકીકતો અને ગુજરાતના ભવિષ્યમાં તેમનું મહત્વ | 2026-06-09 13:24:53
ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાં ગેરકાયદેસર વસતા 501 બાંગ્લાદેશીઓની અટકાયત | 2026-06-04 17:28:39
ગુજરાતની સરકારી શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને લીલીઝંડી: 1808 જગ્યાઓ પર થશે ભરતી | 2026-06-03 18:04:44
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 6 સિનિયર અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | 2026-06-02 18:29:09
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
સુરતનું ભૂતિયા ડિમોલિશન પ્રકરણ: કમિશનર મીડિયાથી ભાગ્યા, માર્શલોની ઝપાઝપી | 2026-06-11 17:52:48
સુરતના ભૂતિયા ડિમોલિશનમાં થયો મોટો ધડાકો, જાણો નવી વિગતો | 2026-06-10 18:09:51
ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે ? સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 100 ગરીબોના ઘર તોડી જનાર મિસ્ટર ઈન્ડિયા કોણ ? | 2026-06-06 17:53:03
દક્ષિણ ગુજરાતને રૂ.18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ સુરતથી આપ્યો પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર | 2026-06-05 17:54:53
મોરબીમાં વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતો આરપારના મૂડમાં, 50થી વધુ ટ્રેક્ટરો સાથે 700 ખેડૂતોની વિશાળ રેલી | 2026-06-10 18:20:59
રાજકોટમાં રમતી વખતે 14 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત, પરિવાર આઘાતમાં | 2026-06-08 17:53:28
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
ગોંડલ નજીક ગમખ્વાર અકસ્માત: અમિત ખૂંટ આપઘાત કેસમાં ચર્ચામાં આવેલી પૂજા રાજગોરનું મોત | 2026-06-05 18:36:57
રાજકોટમાં બાબા બાગેશ્વરનું આગમન, દિવ્ય દરબાર સામે પાટીદાર અગ્રણીનો વિરોધ | 2026-06-05 18:12:32