ગાંધીનગરઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર આવ્યાં પછી હવે એક પછી એક નવી જાહેરાતો થઇ રહી છે. સરકારમાં મોટાપાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જાહેરાત કરી છે કે ટૂંકા ગાળામાં જ પંચાયત વિભાગની ખાલી 16,400 જગ્યાઓ પર ભરતીની કાર્યવાહી શરૂ કરાશે.આવતા 6 મહિનામાં આ ભરતી પૂરી કરવાનો ટાર્ગેટ છે.
હાલમાં પંચાયત વિભાગની કુલ 16400 જગ્યાઓ ખાલી છે. ટૂંકા ગાળામાં જ ભરતીની કાર્યવાહી કરવામાં આવશે. આવતા 6 મહિનામાં આ ભરતી પુરી થાય તેવી અપેક્ષા છે. અગાઉ જિલ્લા કક્ષાએ ભરતી થતી હતી પરંતુ હવે નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. જૂના ફોર્મ ભરાયા છે તેના ફોર્મ ફી પરત કરવામાં આવશે.
રાજ્ય સરકારે 2018ની પંચાયત વિભાગની તલાટી તથા સીનિયર અને જુનિયર ક્લાર્કની જગાઓ માટે શરૂ કરેલી ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો છે.આ તલાટી તથા સીનિયર અને જુનિયર ક્લાર્કની ભરતીની પ્રક્રિયાને નવી ભરતી સાથે સંકલિત કરી લેવામાં આવશે.
ગુજરાત સેવા પસંદગી બોર્ડ દ્વારા આ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.જેમાં જૂના ઉમેદવારોને પણ લાભ આપવામાં આવશે. ગત વખતે જે ભરતી માટેના ફોર્મ કેન્ડીડેટ એ ભર્યાં હતા એમની ફી પરત કરાશે તેમ પણ મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું છે.
પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની બેઠક મળી હતી. તેમાં મેરજાએ આ જાહેરાત કરી હતી, જિલ્લાના વિકાસ કામો અને ગ્રામ પંચાયત વિકાસ યોજનાઓ સંદર્ભે આ કોન્ફરન્સમાં ચર્ચા થઇ હતી, પંચાયત સાથે કામ કરતા અધિકારીઓની વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ પંચાયતો દ્વારા થતા કામોની સમીક્ષા કરાઇ હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29