સીટી સર્વે વિસ્તારમાં વખતોવખતની જોગવાઈ- નીતિ હેઠળ ભાડાપટ્ટે અપાયેલી જમીનોને આ યોજના લાગુ પડશે
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ મહેસુલ વિભાગે હવે ભાડાપટ્ટાની જમીનને કાયમી કરશે. આ ઠરાવ મુજબ સીટી સર્વે વિસ્તારના લાંબા અને ટૂંકાગાળા માટે ભાડાપટ્ટે આપેલી જમીન માટે હાલના કાયદેસરના ધારક પાસેથી રાહત કિંમત વસુલીને જમીનનો કાયમી નિકાલ કરવાનો રહેશે.
મહેસુલ વિભાગ, ગાંધીનગર દ્વારા 21 એપ્રિલ 2025ના રોજ અમદાવાદ, સુરત અને ભરૂચના સીટી સર્વે વિસ્તારોમાં લાંબાગાળા અને ટૂંકાગાળા માટે પટ્ટેથી આપવામાં આવતી જમીનોનો પટ્ટો તાજો કરવા અથવા નિકાલ કરવા ઠરાવ કારવામાં આવ્યો છે.
આ ઠરાવ મુજબ હવે અમદાવાદ, સુરત અને ભરૂચના સીટી સર્વે વિસ્તારોમાં લાંબાગાળા અને ટુંકાગાળા માટે પટ્ટેથી આપવામાં આવતી જમીનોનો પટ્ટો તાજો કરવા અથવા નિકાલ કરવા આગાઉના ઠરાવમાં જોગવાઈઓના અર્થઘટન તથા તેના અમલીકરણમાં મુશ્કેલી પ્રવર્તતી હતી. જેથી આ નવા સંકલિત ઠરાવની જોગવાઈઓ બાબતે વિગતવાર અભ્યાસ કરી તેમાં જરૂરી સૂચનો અને સુધારા માટે ભલામણ આપવામાં આવી છે, જેમાં ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી હતી.
આ સમિતિએ જોગવાઈઓમાં સુધારો કરવા વિવિધ પાસાઓનો વિગતવાર અભ્યાસ કરી તથા તેની યોગ્ય સમીક્ષા કરીને અહેવાલ 1 જાન્યુઆરી 2025ના રોજ સરકારને સુપ્રત કર્યો હતો. જેમાં આવેલી ભલામણો અન્વયે લાંબાગાળા તથા ટુંકાગાળા માટે ભાડાપટ્ટે આપવામાં આવેલી સરકારી પડતર- ખરાબાની જમીનો અંગેની જોગવાઈઓમાં સુધારાઓ કરવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
આ સુધારામાં 30 વર્ષ કે તેથી વધુના સમયગાળા માટે ભાડાપટ્ટે અપાયેલી સરકારી જમીનો, જેમાં તબદીલીપાત્ર હોય તથા પટ્ટાની અધિકૃત તબદીલી થઇ હોય તો અને જાહેર હરાજીથી એક કિંમતે આપેલ હોય તેમાં કિંમત પ્રવર્તમાન જંત્રી કિંમતના 15 ટકા જ્યારે માત્ર ભાડેથી જમીન આપેલી હોય તેવા કેસોમાં પ્રવર્તમાન જંત્રી કિંમતના 30 ટકા અને પટ્ટાના અનઅધિકૃતમાં તબદીલમાં પ્રવર્તમાન જંત્રી કિંમતના 25 ટકા (માત્ર ભાડેથી જમીન આપેલી હોય તેવા કેસોમાં જંત્રી કિંમતના 50 ટકા પ્રવર્તમાન) લેવામાં આવશે.
ઉપરાંત 7 વર્ષથી વધુ અને 30 વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડાપટ્ટે અપાયેલી જમીનમાં અનધિકૃત તબદીલીમાં જાહેર હરાજીથી/એક કિંમત લઇને(ઉચ્ચક કિંમતે) ભાડાપટ્ટે આપેલ હોય તેવા કેસમાં પ્રવર્તમાન જંત્રી કિંમતના 20 ટકા અને માત્ર ભાડામાં 40 ટકા અને અનધિકૃત તબદીલીમાં જાહેર હરાજીથી- એક કિંમત લઇને(ઉચ્ચક કિંમતે) ભાડાપટ્ટે આપેલી હોય તેવા કેસમાં પ્રવર્તમાન જંત્રીકિંમતના 30 ટકા અને માત્ર ભાડેથી આપેલ જમીન હોય તેવા કેસોમાં પ્રવર્તમાન જંત્રી કિંમતના 60 ટકા આપવાની રહેશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Breaking News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનુ્ં મોટું ઓપરેશન, દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત | 2026-02-17 11:40:44
જૂનાગઢ: કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાનથી સાધુ-સંતો લાલઘૂમ, પોલીસ સાથેની ગેરવર્તણૂક બદલ તપાસના આદેશ | 2026-02-16 16:45:13
રાજકોટઃ માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, ડિવાઇડર સાથે અથડાયા બાદ કારના બે ટુકડા થઇ ગયા | 2026-02-15 16:22:32
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે 18 પ્રકારના દાખલાઓ ઓનલાઈન મળશે - Gujarat Post | 2026-02-04 17:45:05
બજેટ 2026: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બજેટને લઈ શું કહ્યું ? જુઓ વીડિયો | 2026-02-01 15:44:04
NHAI દ્વારા અમદાવાદ- ગોધરા હાઈવેના અપગ્રેડેશન અને જાળવણી માટે ₹391 કરોડનું ટેન્ડર જાહેર | 2026-01-27 18:25:44
GPSC પરીક્ષા અપડેટ: હોલ ટિકિટ જાહેર, જાણો કઈ રીતે ડાઉનલોડ કરશો | 2026-01-20 17:38:53