Sun,08 September 2024,12:51 pm
Print
header

Impact Fee: ગેરકાયદેસર બાંધકામો હવે કાયદેસર થશે, ઈમ્પેક્ટ ફીને લઈને ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો નિર્ણય

Gujarat Impact Fee News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇમ્પેક્ટ ફીના કાયદાને વધુ સરળ બનાવવા મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા અધિનિયમ 2022 ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો તેનો લાભ મેળવી શકે તે માટે મોટો નિર્ણય કરાયો છે. આ નિર્ણય પ્રમાણે હવે ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક ગેરકાયદેસર બાંધકામોમાં 4.5 એફ.એસ.આઇ. સુધીના બાંધકામો નિયમિત થઇ શકશે.

બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચો.મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બાંધકામો નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે, અગાઉ ખુટતા પાર્કીંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કીંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, બાકીના 50% ખુટતા પાર્કીંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી.

ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટૂંક સમયમાં અમલી કરાશે. ફેબ્રુઆરી મહિનામાં ઇમ્પેક્ટ ફી માટે ચાર મહિનાની મુદત વધારવામાં આવી હતી, ત્યારબાદ રાજ્ય સરકારે જૂન-2024માં પણ ઇમ્પેક્ટ ફી ની મુદતમાં વધુ છ મહિનાનો વધારો કર્યો હતો.

રાજ્યના કોઈ પણ શહેરમાં જ્યાં રહેણાંક કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે ઇમારત બનાવવામાં આવી હોય અને નિયમોની બહારનું કોઈ બાંધકામ હોય અને તેને તોડી પાડવાથી અન્ય વ્યક્તિ નુકસાન થતું હોય તો ઈમ્પેક્ટ ફી ભરીને બાંધકામ નિયમિત કરી શકાય છે. આ યોજનામાં મિલકતના માલિકે નક્કી કરેલી ફી ભરવાની રહેશે, બાંધકામ નિયમિત હોવાનું પ્રમાણપત્ર લેવું પડશે. આ ફીનું ધોરણ શહેર અને તેના વિસ્તાર પ્રમાણે અલગ અલગ રહેશે. જેમાં સ્થાનિક સત્તાવાળાઓ તરફથી ચોક્કસ ચકાસણી પછી ફીની ચુકવણીની મંજૂરી આપવામાં આવશે, આ મામલે સરકાર દ્વારા નવી માહિતી ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch