Thu,25 April 2024,3:03 pm
Print
header

ખેડૂતો માટે મોટા સમાચાર, ગુજરાત સરકારે વાવાઝોડાથી નુકસાન માટે રૂ. 500 કરોડના રાહત પેકેજની કરી જાહેરાત

ગાંધીનગર: રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા તૌક્તે વાવાઝોડાને કારણે બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે. જેથી વિજય રૂપાણી સરકાર દ્વારા 500 કરોડ રુપિયાના કૃષિ રાહત પેકેજની આજે જાહેરાત કરાઇ છે. બાગાયતી પાક નુકસાનમાં હેક્ટરદીઠ 1 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે જ્યારે ઉનાળુ પાક નુકસાનમાં 20 હજાર રૂપિયા મળશે.

મુખ્યમંત્રીએ ગુજરાતના ખેડૂતોને રાહત મળે તે માટે 500 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. એક સપ્તાહની અંદર આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. બાગાયતી પાક માટે હેક્ટર દીઠ 1 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સહાય બે હેક્ટરની મર્યાદામાં ચુકવવામાં આવશે.

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે તૌકતે  વાવાઝોડાને કારણે ખેતીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના ખેડૂતોને વધુ નુકસાન થયું છે. આવતીકાલ સુધીમાં ખેડૂતોના નુકસાનનો સર્વે પૂરો થઈ જશે. ત્યાર બાદ તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ થશે.

ગુજરાતમાં કેસર સહિતની કેરી, કેળા, નાળિયેરી સહિતના ખેતી પાકો, મકાનો, પશુઓ તેમજ વીજળી, પાણી-પુરવઠો, રોડ-રસ્તા વગેરેને જે નુકસાન થયું છે તેની સામે રાજ્ય સરકારના સમગ્ર વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે સર્વે- રિસ્ટોરેશન વગેરેની કામગીરી કરી છે.

રૂપાણીએ જણાવ્યું કે ખાસ કરીને બાગાયતી પાકોને જે વ્યાપક નુકસાન થયું છે તેમાંથી ખેડૂતો ઝડપથી બેઠા થાય તે હેતુથી સરકારે આ જાહેરાત કરી છે. કૃષિ રાહત પેકેજની જાહેરાત વખતે મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને કૃષિ સચિવ મનિષ ભારદ્વાજ ઉપસ્થિત રહ્યાં હતા.

નોંધનિય છે કે રાજ્યમાં ખેતીને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેની સામે 500 કરોડ રૂપિયાનું આ રાહત પેકેજ ઓછું પડે તેમ છે સરકારે ખેડૂતો માટે વધુ મોટા રાહત પેકેજની જાહેરાત કરવાની જરૂર છે.   

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch