અમદાવાદ: પહેલીવાર કલેક્ટર બનેલા IAS અર્પિત સાગરે એક કડક કાર્યવાહી કરીને ચર્ચામાં આવ્યાં છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અર્પિત સાગરે અમદાવાદ-ગોધરા નેશનલ હાઇવે (NH47) પર ખાડા માટે NHAIના એક અધિકારીને દંડ ફટકાર્યો છે. અર્પિત સાગર હાલમાં મહિસાગર જિલ્લાના કલેક્ટર છે. તેમણે મહિસાગર રોડ સેફ્ટી કમિટી હેઠળ આ કાર્યવાહી કરી છે. હાઇવે પર ખાડાઓને કારણે તેમણે 18 જૂનથી 7 જુલાઈ સુધી દરરોજ 500 રૂપિયા દંડ ફટકાર્યો છે.
ગુજરાતના પ્રથમ IAS
તે રાજ્યના પ્રથમ IAS છે જેમણે આવી કાર્યવાહી કરી છે. અર્પિત સાગરની આ કાર્યવાહી એવા સમયે આવી છે જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નેતૃત્વ હેઠળના માર્ગ અને પરિવહન મંત્રાલયે તાજેતરમાં જામનગર-અમૃતસર હાઇવે પર તૂટેલા રસ્તા માટે પાલનપુરના પીડીને સસ્પેન્ડ કર્યા હતા. તેને બનાવનાર કંપનીને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. કલેક્ટર અર્પિત સાગરે કહ્યું છે કે જ્યાં સુધી ખાડા પૂરાશે નહીં ત્યાં સુધી દંડ વધતો રહેશે. ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કલેક્ટરે NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટર પર દંડ ફટકાર્યો છે. ડિસેમ્બર 2024 માં અર્પિત સાગરને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી (DDO) નો એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ IAS શાલિની અગ્રવાલને શ્રેષ્ઠ કલેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યાં હતા.
અર્પિત સાગર કોણ છે ?
મહિસાગર જિલ્લાના કલેક્ટર બનતા પહેલા અર્પિત સાગર વડોદરામાં પોસ્ટેડ હતા. તેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર હતા. તેમને નેહા કુમારીના સ્થાને મહિસાગર જિલ્લામાં પોસ્ટેડ કરવામાં આવ્યાં હતા.
2015માં યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઈએએસ બનેલા અર્પિતા સાગર વલસાડના ડીડીઓ પણ રહી ચૂક્યાં છે. અર્પિત સાગરના લગ્ન છત્તીસગઢમાં રહેતા વિપુલ તિવારી સાથે થયા છે. અર્પિત સાગર મૂળ ઉત્તર પ્રદેશના બરેલીના છે. તેમને NIT પ્રયાગરાજથી B.Tech કર્યું છે. આ પછી, તેમને UPSC પરીક્ષા પાસ કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26