Fri,30 September 2022,3:25 pm
Print
header

ગુજરાતમાં નવરાત્રીમાં જાહેર થઈ શકે છે ચૂંટણી, આજથી ચૂંટણી પંચની ટીમ બે દિવસ રાજ્યના પ્રવાસે- Gujarat Post

(ફાઈલ તસવીર)

ગુજરાતમાં ચૂંટણીની રાજકીય પક્ષોએ તડામાર તૈયારી શરૂ 

મોદી, કેજરીવાલ સતત આવી રહ્યાં છે ગુજરાત મુલાકાતે

રાહુલ ગાંધી પણ ધીમે ધીમે ગુજરાતના રાજકારણમાં સક્રિય 

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદી, અરવિંદ કેજરીવાલે મુલાકાતો વધારી છે. ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ અમદાવાદમાં તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરશે. કેન્દ્રીય ચૂંટણીપંચના 9 સભ્યોનું ડેલિગેશન આજથી ગુજરાત આવશે. શનિવાર અને રવિવારના રોજ એમ બે દિવસ સુધી અનેક બેઠકો યોજાશે. ચૂંટણીપંચના ડેલિગેશનમાં 3 ડેપ્યુટી ચૂંટણી કમિશનરો સામેલ છે.

કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ અંતિમ મતદાર યાદી બાબતે રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. ઉપરાંત ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ થયો છે તે બાબતે પણ ખાસ ચર્ચા કરાશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો અને સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર નિરીક્ષણ કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન યાદી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. ત્યારે હવે અંતિમ મતદાર યાદી બાબતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયા બાદ આગામી મહિનાની એટલે કે 10 ઓક્ટોબર 2022ની આસપાસ અંતિમ મતયાદી જાહેર કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે 2022ની ચૂંટણીને લઇને કેન્દ્રીય ચૂંટણી પંચનું ડેલિગેશન પ્રથમ વાર ગુજરાત આવી રહ્યું છે. ચૂંટણી પંચની સીધી નજર હવેથી ગુજરાતની ચૂંટણી પર રહેશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch