Sat,20 April 2024,5:15 pm
Print
header

કરોડો રૂપિયાનો કારોબાર, ડ્રગ્સ કેસનું જામનગર, મુંબઇ, રાજસ્થાન કનેક્શન નીકળ્યું– Gujarat Post

વડોદરાઃ ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેની સામે ગુજરાત પોલીસ દમદાર કામગીરી કરી રહી છે. ડ્રગ્સની હેરાફેરી બાદ મોટા પાયે ગુજરાતમાં ઉત્પાદન થતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાવલી, અકલેશ્વર અને ભરૂચથી ત્રણ ડ્રગ્સ ફેક્ટરીઓ ઝડપાયા બાદ તપાસમાં જામનગરમાં, મુંબઈ અને રાજસ્થાનના બાર, પબમાં ડ્રગ્સ વેચવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. પાનોલી અને સાવલી તાલુકામાં ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેકટરીઓ ઝડપાતા મધ્ય ગુજરાતમાં આવેલી કેમિકલ અને ફાર્મા કંપનીઓ પોલીસના રડારમાં છે.

સાવલી તાલુકાના મોક્સી ગામેથી અંદાજે 1200 કરોડ રૂપિયાનું 225 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. આરોપી મહેશ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં જેલની સજા કાપી ચૂક્યો છે. 1998માં મહેશને 10 વર્ષની સજા થઈ હતી. જેલમાં 6 વર્ષ અને 7 મહિના રહ્યાં બાદ હાઇકોર્ટે તેની બાકીની સજા રદ્દ કરતા તે  જેલમુક્ત થયો હતો.

મહેશ અને પિયુષ પટેલની પૂછપરછમાં સામે આવ્યું છે કે ભરૂચની સાયકા જીઆઈડીસીમાં રાકેશ મકાણ અને વિજય વસોયાની ભાગીદારીની વેન્ચર ફાર્મામાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરાતું હતું. અહીથી એમડી ડ્રગ્સનો જથ્થો મોક્સીમાં લાવીને તેનો સંગ્રહ કરાતો હતો. આ કેસમાં અંકલેશ્વરના દિલીપ વઘાસીયાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. આ જથ્થો જામનગરના દિનેશ આલાભાઈ ધ્રુવ, મુંબઈના ઈબ્રાહિમ હુસૈન ઓડિયા, બાબા ઈબ્રાહિમ ઓડિયા, રાજસ્થાનના ભવાની મંડીના જાવેદને સપ્લાય કરાતો હતો. અત્યાર સુધીમાં 15-15 કિલો ડ્રગ્સ મુંબઈ અને રાજસ્થાન મોકલવામાં આવ્યું હતુ.

ભરૂચ અને અંકલેશ્વરની ફેક્ટરીમાં તૈયાર કરાયેલું લિક્વીડ ડ્રગ્સ મોક્સી ગામની ફેક્ટરીમાં સુકવીને એમડી ડ્રગ્સના પાવડર સ્વરૂપે રાજસ્થાન અને મુંબઈના ડ્રેગ પેડલરોને મોકલાતું હતું.

બીજી તરફ ભરૂચની પાનોલા જીઆઈડીસીમાં ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેંટ કંપનીમાંથી 513 કિલો ડ્રગ્સ પકડાયા બાદ સંચાલક ચિંતન પાનસેરિયા અને ભાગીદાર જયંત તિવારીની  ધરપકડ કરાઈ છે. ચિંતન પાનસેરિયાએ કોરોના કાળમાં ધંધામાં ખોટ જતાં ડ્રગ્સનું ઉત્પાદન શરૂ કર્યાંની કબૂલાત કરી છે, છેલ્લા આઠ મહિનાથી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch