Sun,04 June 2023,1:54 am
Print
header

માલધારી સમાજની મોટી જીત,ભાજપ સરકારે વિધાનસભા ગૃહમાં ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચવું પડ્યું- Gujarat Post

ગાંધીનગર: આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર ચાલું થયું છે. વિધાનસભા ચૂંટણી પહેલા આ આખરી સત્ર છે. ગૃહમાં સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આમ સરકાર માલધારી સમાજની માંગો સામે ઝૂકી ગઈ છે. ચૂંટણીમાં આ બિલની અસર ન પડે તે માટે આમ કરવામાં આવ્યું છે. સમાજના ભવ્ય સંમેલન બાદ ડરી ગયેલી સરકારે આમ કરવું પડ્યું છે.

બીજી તરફ ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર અન હોબાળો કર્યો હતો. જે બાદ વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને શાંતિ રાખવા અપીલ કરી હતી. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા.જેથી આવા 11 ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,સાર્જન્ટ દ્વારા તમામ ધારાસભ્યોને ઊંચકીને ગૃહ બહાર લઈ જવાયા હતા.

સત્રની શરૂઆતમાં સરકારી કર્મચારીઓના પ્રશ્નો અને આંદોલનો બાબતે ચર્ચા કરવા માટે શૈલેષ પરમાર માગણી કરી હતી.તેમણે સરકારને વિનંતી કરી હતી કે તમામ વિભાગના કર્મચારીઓના પ્રશ્નો છે. કોંગ્રેસની માંગ છે કે આંદોલનો ચાલે છે એની ચર્ચા કેમ ના થાય. સરકાર જવાબ આપે.

નોંધનિય છે કે ચાલુ સત્ર વચ્ચે પાટનગરમાં અનેક આંદોલનકારીઓ ઉમટ્યાં છે અને જુદી જુદી માંગોને લઇને દેખાવો થઇ રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch