અમદાવાદઃ પહેલગામ હુમલા પછી 27 એપ્રિલે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે એક સાથે અમદાવાદ, સુરતમાં ઓપરેશન પાર પાડવાામાં આવ્યું હતુ. અમદાવાદમાંથી 800 જયારે સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યાં હતા. પકડાયેલા તમામના દસ્તાવેજો તપાસવામાં આવ્યાં હતા અને તેમની પાસે મળેલા દસ્તાવેજોના આધારે તેઓ ગેરકાયદેસર રહે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી.
સુરતમાં 134 માંથી 90 વ્યકિતઓ ગેરકાયદેસર હોવાનું તપાસમાં ખૂલ્યુ હતુ. અમદાવાદમાં પણ 200 થી વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતા હોવાનું બહાર આવ્યું હતુ. આ પછી બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ગુપ્તરીતે એરક્રાફટથી અલગ અલગ રીતે 300 થી વધુ બાંગ્લાદેશીઓને ત્યાં છોડી દેવાયા છે. અગરતલા ખાતે ખાનગી એરક્રાફટને ઉતારી ત્યાંથી ખાનગી ગાડીઓ મંગાવી તેમાં બાંગ્લાદેશીઓને છોડી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે.
તમામ ગેરકાયદે ઘૂસણખોરોને વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતેથી ડિફેન્સના એરક્રાફ્ટથી ડિપોર્ટ કરવામાં આવ્યાં હતા. અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાંથી બાંગ્લાદેશીઓને બસ ભરીને એસ્કોટિંગ સાથે વડોદરા લઇ જવાયા હતા અને ત્યાંથી હવાઇ માર્ગે ડિપોર્ટ કરાયા હતા. ગેરકાયદે બાંગ્લાદેશીઓને પોતાના વતન પાછા મોકલવાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા દેશ બહાર પાર પાડવામાં આવેલું પ્રથમ ઓપરેશન છે. આખું ઓપરેશન ગુપ્ત રીતે રાજય સરકારની સીધી સૂચનાથી એક ઓફિસરની દેખરેખમાં પાર પાડવામાં આવ્યું હતું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ફરી કોરોનાનો ડર...બ્રિટનમાં કોરોનાથી મૃતકોની સંખ્યા એક સપ્તાહમાં બમણી થઇ - Gujarat Post | 2025-05-21 20:33:35
સુરત મોડલ આપઘાત કેસમાં ઘટસ્ફોટ, પ્રેમી ડામ આપતો હતો અને અંગત ફોટો વાઇરલ કરવાની આપી હતી ધમકી | 2025-05-21 12:42:13
સુરતમાં ધોળા દિવસે બેંકમાં લૂંટ, બંદૂકની અણીએ મહિલા કર્મચારીઓને બંધક બનાવીને રોકડ રકમની લૂંટ કરી | 2025-05-21 09:08:43
ACB એ CGST ના અધિકારીને રૂ.2000 ની લાંચ લેતા ઝડપી લીધા, જાણો વધુ વિગતો- Gujarat post | 2025-05-20 18:50:55
રાહુલ ગાંધી મોર્ડન યુગના મીર ઝાફર, આસિમ મુનીર સાથે અડધો ફોટો શેર કરી અમિત માલવિયાએ સાધ્યું નિશાન- Gujarat Post | 2025-05-20 14:32:29
કોરોનાએ ફરી માર્યો ઉથલો, ગુજરાતમાં એક જ અઠવાડિયામાં નોંધાયા 7 કેસ- Gujarat Post | 2025-05-20 12:16:32
અમદાવાદમાં આજે ફરી બુલડોઝર કાર્યવાહી, 8 હજારથી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે, 3000 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત | 2025-05-20 09:19:09
પાકિસ્તાનની વધુ એક નફ્ફટાઇ, આતંકી સૈફુલ્લાના મૃતદેહને ધ્વજમાં લપેટીને આપ્યું રાષ્ટ્રીય સન્માન | 2025-05-19 11:00:42
જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, પહેલગામ હુમલા વખતે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હતી - Gujarat Post | 2025-05-19 08:51:36
જો બાઇડેનને થઈ આ ગંભીર બીમારી, હાડકાં સુધી પહોંચ્યો ચેપ- Gujarat Post | 2025-05-19 08:47:18
કરોડો રૂપિયાની ટેક્સ ચોરી, ગુજરાતમાં તમાકુ-વાસણના 83 વેપારીઓ પર જીએસટીના દરોડા- Gujarat Post | 2025-05-17 10:31:00
ગુજરાત સમાચાર સામે ED ની કાર્યવાહી મામલે રાહુલ ગાંધીનું મોટું નિવદન, લોકશાહીનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ | 2025-05-16 18:51:03
મોટા મીડિયા હાઉસ પર ED ની કાર્યવાહી, ગુજરાત સમાચારના માલિક બાહુબલીભાઇ શાહની ધરપકડ | 2025-05-16 10:48:54