Thu,18 April 2024,8:48 pm
Print
header

ગુજરાતમાં કોરોનાએ ચિંતા વધારી, અમદાવાદમાં કોરોના કેસમાં જોરદાર ઉછાળો- gujarat post

અમદાવાદ શહેરમાં 200થી વધુ કેસ 

કોરોનાનો રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત થઈ રહ્યો છે. ગઈકાલે કુલ 226 કેસ આવ્યાં હતા, આજે 407 નવા કોરોનાના કેસ આવ્યાં છે. બીજી તરફ રાજ્યના કોરોનાના કુલ કેસોમાંથી એકલા અમદાવાદ શહેરમાં જ 207 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 200થી વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે.

રાજ્યમાં કોરોના વાયરસના નવા 407 કેસ નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 207 કેસ નોંધાયા છે. 190 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે.આજે નોંધાયેલા કોરોના કેસ બાદ રિકવરી રેટ 98.97 ટકાએ પહોંચી ચુક્યો છે.આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે.આજે કુલ કોરોનાની રસીના 55,638 ડોઝ અપાયા હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch