Sun,16 November 2025,4:49 am
Print
header

ગુજરાતમાં પણ વોટ ચોરી.. કોંગ્રેસે સી.આર.પાટીલની લોકસભા બેઠકની ચૂંટણીને લઇને કર્યાં સનસનીખેજ આક્ષેપો

  • Published By mahesh patel
  • 2025-08-30 15:37:18
  • /

અમદાવાદઃ કેન્દ્રમાં રાહુલ ગાંધીએ વોટ ચોરીને લઇને ભાજપની મોદી સરકારને જોરદાર ઘેરી લીધી છે, હવે મામલો બીજા રાજ્યોમાં પણ પહોંચી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વોટ ચોરીને લઇને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને ઘેર્યાં છે, નવસારી લોકસભા બેઠક પર વોટ ચોરી થઇ હોવાની વાત જનતા સમક્ષ મુકી છે.

પ્રેસ કોન્ફરન્સમાં અમિત ચાવડાએ રાહુલ ગાંધીના વોટ ચોરીના આક્ષેપોની વાત કરતા ભાજપની નીતિ સામે સવાલ ઉઠાવ્યાં, તેમને કહ્યું કે 
નવસારી લોકસભામાં આવતી ચોર્યાસી વિધાનસભાની બેઠકમાં 6,09,592 મતદારો છે. તેમાંથી 40 ટકા એટલે કે 2,40,000થી વધુ મતદારોની ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન 30,000 થી વધુ નકલી અને શંકાસ્પદ મતદારો મળ્યાં છે. જો આખી મતદાર યાદીની ચકાસણી કરવામાં આવે તો 75,000 થી વધુ બનાવટી મતદારો મળી શકે છે. આ વોટ ચોરી કેન્દ્રીય મંત્રીના વિસ્તારમાંથી પકડાઈ હોવાની વાત કરી છે.

ચોર્યાસી વિધાનસભાનમાં 12 ટકા મતદારો શંકાસ્પદ હતા, તેવું કોંગ્રેસનું કહેવું છે. આ વોટ ચોરી પકડી પાડવા માટે કોંગ્રેસે અભિયાન શરૂ કર્યું હતુ, જેમાં પાંચ અલગ અલગ રીતે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિના બે અલગ-અલગ વોટ હોવાનું સામે આવ્યું છે, નામમાં સ્પેલિંગની ભૂલ કરીને નવો મતદાર બનાવવાની વાત સામે આવી છે, EPIC નંબર બદલીને નવા મતદાર તરીકે નોંધણી કરાઇ હતી.
અલગ-અલગ ભાષામાં ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરવું, અલગ-અલગ સરનામા બતાવીને મતદાર તરીકે નોંધણી કરાવવી, આવા અનેક મુદ્દાઓ કોંગ્રેસે જનતા સમક્ષ મુક્યાં છે.

અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં અંદાજે 62 લાખ જેટલા મતદારો નકલી હોવાનું અનુમાન છે, આ લોકશાહી ખતમ કરવાનું મોટું ષડયંત્ર છે અને ભાજપના નેતાઓની તેમાં સંડોવણી છે. હવે કોંગ્રેસ આ મામલે વોટર અધિકારી જનસભા યોજશે અને જનતા સમક્ષ આ ષડયંત્રોને ખુલ્લા પાડશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch