Sun,26 June 2022,5:37 pm
Print
header

મિશન 2022 વિધાનસભા ચૂંટણી, ગુજરાત કોંગ્રેસ સોમનાથમાં ઘડશે ચૂંટણી વ્યૂહરચના- Gujarat Post

(ફાઈલ તસવીર)

સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કર્યાં બાદ કોંગ્રેસ દ્વારા રેલી અને બેઠક યોજાશે

બેઠકમાં વિધાનસભાની ચૂંટણીલક્ષી રણનીતિ નક્કી કરાશે

પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સહિત સૌરાષ્ટ્રના તમામ કોંગ્રેસના MLA હાજરી આપશે

સોમનાથઃગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તડામારા તૈયારી શરૂ કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણીને લઈ તૈયારીઓ કરી રહી છે. સોમનાથમાં આજે કોંગ્રેસની રેલી અને સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાશે. બેઠકમાં વિધાનસભાની ચૂંટણીલક્ષી રણનીતિ નક્કી કરાશે. સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કર્યાં બાદ કોંગ્રેસ દ્વારા રેલી અને બેઠક યોજાશે.પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સહિત સૌરાષ્ટ્રના તમામ કોંગ્રેસના MLA હાજરી આપશે.

કોંગ્રેસ દ્વારા આજથી બે દિવસ માટે સૌરાષ્ટ્ર ઝોનની મહત્વની બેઠક સોમનાથમાં યોજાવા જઇ રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે.બૂથથી માંડીને તાલુકા કક્ષા સુધીના આયોજનો ગોઠવવામાં આવશે, નેતાઓને વિવિધ જવાબદારી સોંપવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રની બેઠકોની પણ રણનીતિ ઘડવામાં આવશે. બે દિવસની બેઠકમાં અનેક મુદ્દાઓ પર રણનીતિ બનાવાશે. નેતાઓને અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવશે.

આ બેઠકમાં પ્રભારી રઘુ શર્મા ઉપરાંત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા રાઠવા, અર્જુન મોઢવાડીયા સહિત તમામ પ્રદેશ નેતાઓ હાજર રહેશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch