Sat,20 April 2024,7:54 pm
Print
header

પાટીદારોને માત્ર મત મેળવવાનુ મશીન સમજવાની ભાજપે ભૂલ કરીઃ પરેશ ધાનાણીનો પ્રહાર

ગાંધીનગરઃ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓની હાજરીમાં શપથ લઇ લીધા છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેવો ચાર્જ સંભાળ્યો તરત જ ઉચ્ચ અધિકારીઓએ અને નેતાઓએ શુભેચ્છા આપવા માટે લાઇન લગાવી દીધી હતી. બીજી તરફ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલતાં કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યાં છે.

પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું, ચહેરો નહીં, નીતી બદલો"" ભાજપના સળંગ 25 વર્ષિય શાસન પછી પણ આર્થિક મંદી-મોંઘવારી-બેરોજગારી-નશાખોરી- નફાખોરી-કાળા બજાર-અત્યાચાર-ભ્રષ્ટાચાર- ગરીબી-કુપોષણ-કર શોષણ-ખેડૂત પાયમાલી- મોંઘુ શિક્ષણ-આત્મહત્યા અને આરોગ્ય સેવાઓની ઊણપ જેવી સમસ્યાઓના સત્વરે હલ માટે માન.મુખ્યમંત્રીશ્રીને વિનંતી..!અ

બીજુ ટ્વીટ કરીને લખ્યું, પાટીદાર નહીં, સરદારનુ ગુજરાત.પાટીદાર સમાજના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને અભિનંદન, પાટીદારોને માત્ર "મત મેળવવાનુ મશીન" સમજવાની ભાજપે ભૂલ કરી છે, અમે સૌની ચિંતા, સુરક્ષા,ન્યાય અને નેતૃત્વ પુરુ પાડનારા 'શ્રી સરદાર'ના "સંસ્કારી ગુજરાત"ની સ્થાપનાનો સંકલ્પ કર્યો છે..! પરેશ ધાનાણીના ટ્વીટ પરથી રાજકારણમાં ગરમાવો આવશે તે નક્કી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch