Fri,30 September 2022,3:07 pm
Print
header

ભાજપની બે મોઢાની વાતઃ એક તરફ લેવા નથી ને બીજી તરફ લાલચો આપે છેઃ લલિત કગથરા- Gujarat Post

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસને પક્ષપલટાનો આંચકો લાગી શકે છે. સૌરાષ્ટ્રના કોંગ્રેસના 6 MLA ગમે ત્યારે કેસરિયા કરી શકે છે તેવા વિવિધ માધ્યમોમાં રિપોર્ટ બાદ કોંગ્રેસ નેતા લલિત કગથરાએ પ્રતિક્રિયા આપી છે. જો કે તેમનું આ નિવેદન પણ વિવાદાસ્પદ છે.

કગથરાએ કહ્યું, કોંગ્રેસ તૂટે છે તેવી માત્ર વાતો છે. ભાજપની બે મોઢે વાત છે. એક તરફ લેવા નથી અને બીજી તરફ લાલચો આપી રહ્યાં છે. ભાજપ કાર્યકરો પાસે ચૂંટણી લડવાની ત્રેવડ નથી,જેથી કોંગ્રેસના ધારાસભ્યો લેવા પડે છે. ભાજપ હવે કોંગ્રેસ યુક્ત બની છે. ભાજપમાં 70% નેતાઓ કોંગ્રેસના છે.

તાજેતરમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડી રાજીનામું આપનાર પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર કેસરીયો ધારણ કરશે. આ બંનેએ પીએમ મોદી સાથે દિલ્હીમાં મીટિંગ કરી હતી અને ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch