Wed,15 July 2026,12:14 am
Print
header

રામ મંદિરનો શ્રેય તમારો તો લૂંટની જવાબદારી કોની ? પીએમ મોદી પર મુકુલ વાસનિકનો પ્રહાર

  • Published By Panna Patel
  • 2026-07-08 18:11:34
  • /

રાજકોટ: કોંગ્રેસના કેન્દ્રીય નેતાએ મોદી સરકાર અને રાજ્યની ભાજપ સરકાર સામે આક્રમક મોરચો ખોલ્યો છે. રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે રામ મંદિર અને ખેડૂતોની દુર્દશા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા નિશાના પર લીધા હતા.

રાજકોટમાં મુકુલ વાસનિકે રામ મંદિરના બાંધકામ અને જમીન વ્યવહારોમાં થયેલી ગેરરીતિઓ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી. વાસનિકે જણાવ્યું કે, જો રામ મંદિરનો શિલાન્યાસ, નિર્માણ અને ઉદ્ઘાટનનો બધો જ શ્રેય વડાપ્રધાન પોતે લેતા હોય, તો ત્યાં થયેલી લૂંટની જવાબદારી પણ તેમની જ બને છે. આ જવાબદારી બીજા કોઈ પર ઢોળી શકાય નહીં.

તેમણે વડાપ્રધાન પાસે દેશની જનતા સામે આ મામલે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. વધુમાં તેમણે કટાક્ષ કર્યો કે સરકારે માત્ર નાના કર્મચારીઓ બલિનો બકરો બનાવવાના બદલે મોટી માછલીઓ પર હાથ નાખવાની હિંમત બતાવવી જોઈએ. જ્યારે પત્રકારે પૂછ્યું કે શું ચંપત રાયને બચાવવામાં આવી રહ્યાં છે ? ત્યારે વાસનિકે મીડિયા સામે હસતા હસતા કટાક્ષ કર્યો કે, આ બાબત મારા કરતાં વધુ સારી રીતે તમે  જાણો છો.

કોંગ્રેસ પ્રભારીએ આક્ષેપ કર્યો કે વડાપ્રધાન અને તેમના સાથીઓ સતત જગતના તાત ખેડૂતોની આંખોમાં ધૂળ નાખી રહ્યાં છે. તેમણે કહ્યું કે જ્યારે પણ લોકસભા કે વિધાનસભાની ચૂંટણી આવે છે ત્યારે ખેડૂતોને પાકના લઘુત્તમ ટેકાના ભાવના મોટા-મોટા વચનો અપાય છે, પણ ચૂંટણી પુરી થતા આ સરકાર બધું ભૂલી જાય છે.

વાસનિકે ઉમેર્યું કે, સરકારે કૃષિ વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામીનાથનને ભારત રત્ન તો આપ્યો, પણ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટેની તેમની મુખ્ય ફોર્મ્યુલાને મોદી સરકારે ફગાવી દીધી. આજે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પણ સમગ્ર ગુજરાતનો ખેડૂત દેવાના ડુંગર નીચે દબાયેલો છે. જો રાજ્યમાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બનતા હોય, તો પરિસ્થિતિ કેટલી ગંભીર છે તે સરકારે સમજી લેવું જોઈએ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch