અમદાવાદઃ ગુજરાતમાં કડકડતી ઠંડીના વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઠંડીનો ચમકારો યથાવત રહેશે, કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.
રાજ્યમાં ઠંડા પવનો અને ઠંડીનું મોજું ફરી વળતા લોકો ઠુંઠવાઇ રહ્યાં છે. વધુ ઠંડી પડવાથી શાળાએ જતા વિદ્યાર્થીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે, જેને કારણે કોલ્ડવેવ રહેશે. જોકે 24 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં આંશિક રાહત મળશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં ઠંડી અસહ્ય બનતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. 29 જાન્યુઆરીથી 3 થી 4 ડિગ્રી તાપમાન વધતા ફરી ઠંડીમાં વધારો થશે. આગામી 24 કલાકમાં કોલ્ડવેવની આગાહી કરાઇ છે. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે.
આજે નલિયામાં 5.8, રાજકોટ. 8.7, પોરબંદર. 9, સુરેન્દ્રનગર. 9.9, ભૂજ. 9.7, દિવ. 9.9, કેશોદ. 8.9, ડીસા. 9.1, ગાંધીનગર. 9.2, અમદાવાદમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
રાજ્યના રોડ રસ્તા પર યમરાજાના વધ્યા આંટાફેરા, બે ઘટનામાં 4 લોકોનાં મોત | 2023-02-02 15:17:59
રીબડાના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય આગેવાન મહિપતસિંહ જાડેજાનું નિધન- Gujarat Post | 2023-02-01 09:48:36
મોરબી પુલ દુર્ઘટના કેસમાં ઓરેવાના જયસુખ પટેલે કોર્ટમાં કર્યું સરેન્ડર, લોકોએ હાય હાયના લગાવ્યાં નારા | 2023-01-31 17:14:18
સિનિયર IPS અધિકારી વિકાસ સહાયને નવા કાર્યકારી DGPનો ચાર્જ સોંપાયો | 2023-01-31 16:16:05