અમદાવાદઃ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. હાઈકમાન્ડનું અચાનક તેડું આવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નાકર તાત્કાલિક ધોરણે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી મુલાકાતને પગલે ફરી એકવાર રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં મોટા ફેરફારોની રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.
આ ત્રણેય નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્ત્વની મુલાકાત કરી. મુખ્યમંત્રીની છેલ્લા દોઢ મહિનામાં આ બીજી દિલ્હી મુલાકાત છે, પરંતુ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની નિમણૂંક બાદ તેમની આ પ્રથમ દિલ્હી મુલાકાત ઘણી સૂચક માનવામાં આવી રહી છે.
માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં લાંબા સમયથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો પર અંતિમ મ્હોર લાગી શકે છે. ઉપરાંત, આગામી પાલિકાની ચૂંટણીઓ નજીક આવતાં પ્રદેશ ભાજપના સંગઠનના માળખાને વ્યૂહાત્મક રીતે સજ્જ કરવા અંગે મહત્ત્વની ચર્ચા થશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે પદભાર સંભાળ્યાં બાદ નવી ટીમ બનાવવાની દિશામાં કવાયત આરંભી છે. દિલ્હીમાં પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી રત્નાકરની હાજરી જોતાં સ્પષ્ટ છે કે આ મુલાકાત વહીવટી મુદ્દાઓને બદલે સંગઠનાત્મક ફેરફારો પર કેન્દ્રિત છે. સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્રદેશ માળખાને નવો ઓપ આપવામાં આવશે, જેમાં માત્ર યુવા નેતાઓને જ નહીં, પરંતુ અનુભવી જૂના જોગીઓને પણ સમાવીને સંગઠનને મજબૂત અને વ્યૂહાત્મક બનાવવાનો લક્ષ્ય રખાયો છે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
વરસાદ ખેંચાતાં ખેડૂતો પાયમાલ: ગુજરાતમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરીને દેવાં અને વીજબિલ માફ કરવા કોંગ્રેસની માગ | 2026-09-02 17:57:27
વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ | 2026-09-01 17:58:05
PM મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની એક દિવસીય મુલાકાતે: વડોદરામાં જનસભા અને નવસારીમાં ભાજપ કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન | 2026-08-30 10:00:29
આગામી દિવસોમાં કોબામાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક, સતિષ પુનિયા અને પ્રભારી તરુણ ચૂગ આપશે હાજરી | 2026-08-26 17:49:54
રાજકોટમાં ડિવોર્સી સાથે લિવ- ઈનમાં રહેતા ભાજપના પાટીદાર અગ્રણીનું 12માં માળેથી કૂદીને રહસ્યમય મોત | 2026-08-25 16:52:13
ભેળસેળ સામે મોટી કાર્યવાહી, પાટણમાંથી 14,709 કિલો ભેળસેળિયું તેલ જપ્ત | 2026-08-21 14:17:13
ભાગો ભાગો રેડ પછી... ભાવનગરમાં જુગાર રમી રહેલા લોકો પોલીસના ડરથી ભાગ્યા અને કૂવામાં પડતા 3 નાં મોત | 2026-08-18 14:06:03
ગુજરાતમાં ED ની મોટી કાર્યવાહી, નકલી સરકારી કચેરીના કેસમાં આરોપીઓની રૂ. 22.70 કરોડની મિલકતો જપ્ત | 2026-08-18 09:53:37