Tue,16 April 2024,11:53 pm
Print
header

વડતાલમાં ચાલુ સંબોધને પાટીલને આવ્યો મોદીનો ફોન, સાંજે બે મંત્રીઓને વેતરી નાંખ્યા– Gujarat Post

વડતાલ ધામમાં સીઆર પાટીલ અને પૂર્ણેશ મોદી એક કાર્યક્રમમાં હતા સાથે 

મોદીનો ફોન આવ્યો અને મોડી સાંજે બે મંત્રીઓના વિભાગો છીનવાયા

અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ એક્શન મોડમાં છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ આજે ગુજરાત આવે તે પહેલાં આ ફેરફારો સૂચક છે. ભાજપની વ્યૂહરચનાને લઇને પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં મહત્વની બેઠક છે ત્યારે તેમાં કેબિનેટના સભ્યોના પરફોર્મન્સને લઇને ચર્ચા થશે, અને હજુ વધુ ફેરફારો થવાની સંભાવના છે. વડતાલ ધામમાં સીઆર પાટીલ અને પૂર્ણેશ મોદી એક કાર્યક્રમમાં સાથે હતા ત્યારે પાટીલના ભાષણ દરમિયાન PM મોદીનો ફોન આવ્યો હતો અને મોડી સાંજે બે મંત્રીઓના વિભાગોમાં ફેરફાર કરાયો હતો.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના બે સિનિયર અને કેબિનેટ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ તેમજ પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ-મકાન વિભાગનો હવાલો પાછો લઇ લેવામાં આવ્યો છે. બંન્નેના રાજ્યકક્ષાના હવાલા બે મંત્રીઓને આપવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીનો હવાલો હર્ષ સંઘવીને તેમજ માર્ગ-મકાનનો હવાલો રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલને આપવામાં આવ્યો છે.

કેબિનેટના સભ્યોને ફાળવેલા વિભાગોમાં નબળાં પરફોર્મન્સને કારણે બે સિનિયર મંત્રીઓના વિભાગોમાં ફેરફાર કરવામાં આવ્યાંની ચર્ચાઓ છે, મહેસૂલ વિભાગ છીનવાયો છે તેવા કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસે હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કાયદો અને ન્યાય તેમજ પાર્લામેન્ટરી અફેર્સ વિભાગ રહેશે, પૂર્ણેશ મોદી પાસે ટ્રાન્સપોર્ટ, સિવિલ એવિયેશન, ટુરિઝમ અને યાત્રાધામ વિકાસનો હવાલો છે. 

મહેસૂલ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ જિલ્લા કલેક્ટર ઓફિસોમાં જઇને સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી, અનેક ઓફિસરોની બદલી કરીને તેમની સામે પગલા લીધા હતા.મંત્રી પૂર્ણેશ મોદીએ ગુજરાતના માર્ગોમાં ખાડા પૂરવા તેમજ તૂટેલા માર્ગોના સમારકામ માટે પોતાની એપ્લિકેશન બનાવીને લોકોને ફરિયાદો કરવાનું જણાવ્યું હતું. તેમ છંતા હવે તેમની પાસેથી ખાતા છીનવી લેવાયા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch