વિસ્તરણ સાથે વર્તમાન મંત્રીમંડળના ઘણા ચહેરા બદલાશે અને નવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતા
નવા મંત્રીમંડળની ભવ્ય શપથવિધિ વાઘબારસના શુભ દિવસે યોજાઇ શકે છે
ગાંધીનગરઃ રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તરણની તૈયારીઓ વચ્ચે આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાત આવશે. તેઓ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે. સંભવિત વિસ્તરણના પગલે ભાજપ દંડક કાર્યાલય દ્વારા તમામ ધારાસભ્યોને તાત્કાલિક બે દિવસ ગાંધીનગરમાં રોકાવા આદેશ આપી દેવામાં આવ્યાં છે. દિવાળીના તહેવાર નિમિત્તે પોતાના મત વિસ્તારમાં ગયેલા મોટાભાગના ધારાસભ્યો હવે ગાંધીનગર તરફ રવાના થઈ રહ્યા છે.
17 તારીખે મંત્રીઓની શપથવિધી યોજાઇ શકે છે
સૂત્રો પાસેથી જે જાણકારી મળી તે મુજબ નાણામંત્રી કનુ દેસાઈ, અન્ન અને પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, રાઘવજી પટેલ, મૂળુ બેરા અને ભાનુ બાબરિયા જેવા કેટલાક મંત્રીઓની એક્ઝિટ થઈ શકે છે. સામે જયેશ રાદડિયા, મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણી, કેયુર રોકડિયા, જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, ઉદય કાનગડ, અને રીવાબા જાડેજા જેવા ચહેરાઓને નવા મંત્રી તરીકે સ્થાન મળી શકે છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને આજે રાત્રે જ ગાંધીનગર પરત ફરી રહ્યાં છે, જે સૂચવે છે કે શપથવિધિની તારીખ હવે નજીક છે. નવા મંત્રીમંડળમાં અંદાજે 20 થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. જેમાંથી 10 જેટલાં વર્તમાન મંત્રીઓની હકાલપટ્ટી થવાના સંકેતો મળી રહ્યાં છે, જે મંત્રીઓને પડતા મૂકવામાં આવશે, તેમના આવતીકાલે રાજીનામા લઈ લેવાય તેવી ચર્ચાઓ છે. રાજીનામાની પ્રક્રિયા પહેલાં કેન્દ્રીય સંગઠનના આગેવાનો ગુજરાત આવશે.
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
Part- 1 અમારી આ 10 સ્ટોરી વાંચો, ગુજરાતની સ્ટેટ GST ઓફિસોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકાર કેમ નિષ્ફળ ગઇ ? આ રહ્યાં ભ્રષ્ટ અધિકારીઓનાં કારનામાં | 2026-04-16 23:45:39
વડોદરામાં PI એ 2,00,000 રૂપિયાની લાંચ માંગી અને લાંચ લેનારો ઝડપાઇ ગયો | 2026-04-16 21:37:46
મહિલાઓ હવે પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચવા આતુર, વિરોધ કરનારાઓએ ભોગવવી પડશે કિંમત: PM મોદી | 2026-04-16 17:05:18
વડોદરા કોંગ્રેસમાં બળવો: ટિકિટ કપાતા કારગિલના યોદ્ધા ધર્મેન્દ્રસિંહ રાજપૂતનું રાજીનામું | 2026-04-16 16:58:32
ફાગવેલ તાલુકા પંચાયત ચૂંટણીમાં ચિખલોડ બેઠક પર નાટકીય વળાંક, ચારેય ઉમેદવારોના ફોર્મ પરત | 2026-04-15 20:31:22
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી, કુલ 938 ઉમેદવારોએ મેદાન છોડ્યું | 2026-04-15 18:41:07
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે રાજકોટ અને અમદાવાદ જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર કર્યાં | 2026-04-10 18:38:44
ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, અનેક દિગ્ગજોના પત્તા કપાયા | 2026-04-10 09:05:13