Sun,16 November 2025,6:00 am
Print
header

ધારાસભ્યોને બે દિવસ ગાંધીનગરમાં જ રહેવા આદેશ, પ્રથમ વખત મહાત્મા મંદિરમાં યોજાઈ શકે છે મંત્રીઓની શપથવિધિ

  • Published By panna patel
  • 2025-10-15 22:13:17
  • /

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓનો અંત દેખાઇ રહ્યો છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,નવા મંત્રીમંડળની શપથવિધિ માટેનો દિવસ અને સમય નક્કી થઈ ગયો છે. શુક્રવારે બપોરે 12.39 કલાકે નવા મંત્રીઓ મહાત્મા મંદિર ખાતે શપથ લઈ શકે છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી..

આવતીકાલે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાત આવી રહ્યાં છે. નવા મંત્રીઓના નામો નક્કિ જેવા છે, હવે ટૂંક સમયમાં જ શપથવિધિ યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પડતા મૂકાનારા અને મંત્રી પદના નવા ઉમેેદવારો સાથે મુલાકાત કરી શકે છે. હાલ ગુજરાત સરકારની કેબિનેટમાં 16 મંત્રીઓ છે, હવે નવા વિસ્તરણમાં અનેક નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch