Tue,29 April 2025,12:04 am
Print
header

રાહુલ ગાંધી ઘોડા અને ગધેડાનો ફરક નથી જાણતાઃ મોઢવાડિયાના નિવદેનથી કૉંગ્રેસના નેતાઓ ચોંકી ગયા- Gujarat Post

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી પર જોરદાર કટાક્ષ કર્યો હતો. કહ્યું કે રાહુલ ગાંધી વિદેશ જાય છે, ત્યારે દેશનું અપમાન કરે છે, ગુજરાત આવે ત્યારે ગુજરાતીઓનું અપમાન કરે છે, હજુ તેમના નિવેદનો નહીં સુધારે તો, કૉંગ્રેસને તળીયે લઈ જશે. હું તેમને છેલ્લા 12 વર્ષથી ઓળખું છું. એક જ વાત કહેતા સાંભળું છું કે કૉંગ્રેસમાંથી રેસના અને લગ્નના ઘોડા અલગ કરવા પડશે. પરંતુ તેમને પાર્ટી વારસામાં મળી છે. તેઓ ઘોડા અને ગધેડાનો ફરક જાણતા નથી.

આ મામલે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આમને સામને આવી ગયા

બંન પક્ષના નેતાઓ એકબીજા પર કરી રહ્યાં છે પ્રહાર

કોંગ્રેસમાંથી ભાજપમાં જઇને ધારાસભ્ય બનેલા મોઢવાડિયાએ કહ્યું થોડા સમય પહેલા ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ કૉંગ્રેસમાંથી 20-30 લોકોને હાંકી કાઢવાની વાત કરી હતી. પરંતુ આ મુદ્દે હજુ લિસ્ટ બનાવ્યું નથી. કૉંગ્રેસ વિપક્ષ બનવાને પણ લાયક નથી. આ દરમિયાન કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ કટાક્ષ કરતા કહ્યું કે, જેમને રાહુલ ગાંધી વરઘોડાના ઘોડા ગણતા હતા તેઓ બીજા પક્ષમાં જતા રહ્યાં છે. જે બાદ મોઢવાડિયાએ કહ્યું રાહુલ ગાંધી મુદ્દે મે ગૃહમાં વાત કરી તો અમિતભાઈને ખોટું લાગી ગયું છે. રેસનાં ઘોડા કે બીજું કંઈ હું બોલ્યો નથી. રાહુલ ગાંધી બોલ્યાં છે તો તેનાથી ખોટું લગાવવું જોઈએ, અમિતભાઈ બિલો ધ બેલ્ટ બોલી ગયા. કોંગ્રેસનાં કોણ નેતા શું કરી ગયા, ચૂંટણીમાં શું શું કર્યું એ બધુ મારી પાસે છે. અફસોસ એ વાતનો છે કે ત્યાં બોલી શકતા નથી. એ અહીં આવી બોલી જાય છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch