ગાંધીનગરઃ છેલ્લા ઘણા સમયથી ભાજપ મહિલા મોરચો નિષ્ક્રીય દેખાઇ રહ્યો છે અનેક એવા કાર્યક્રમો છે કે મહિલા કાર્યકર્તાઓની ઓછી હાજરી હોય છે, ભાજપના જ એક મહિલા કાર્યકર્તાએ કહ્યું છે કે અમારા મહિલા મોરચામાં પણ મોટો જૂથવાદ છે અને સોશિયલ મીડિયા સિવાયના કાર્યક્રમોમાં મહિલા કાર્યકર્તાઓની ઓછી હાજરી તે વાતને સાબિત કરે છે, છેલ્લા ઘણા સમયથી મહિલા કાર્યકર્તાઓ નિષ્ક્રીય દેખાય છે, માત્ર ફેસબુક અને ટ્વીટર પર ફોટોનો પોસ્ટો જ થઇ રહી છે. તેથી આ વાતને ધ્યાનમાં રાખીને ભાજપે તાત્કાલિક તેનું નિરાકરણ લાવવું જોઇએ.
હાલમાં જ રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ વનાથી શ્રી નિવાસન ગુજરાત આવ્યાં ત્યારે એરપોર્ટ પર તેમના સ્વાગત માટે થોડા જ મહિલા કાર્યકર્તાઓ હાજર હતી. જેથી તેમને પણ આ વાત પોતાનું અપમાન લાગ્યું હશે, ભાજપના કોઇ પણ મોટા કદના નેતા ગુજરાત આવે છે ત્યારે તેમના સ્વાગતમાં મોટી સંખ્યામા કાર્યકર્તાઓ આવતા હોય છે પરંતુ અહીં માત્ર થોડા જ મહિલા કાર્યકર્તાઓ આવ્યાં હતા.
અગાઉ પીએમ મોદીના અને અમિત શાહના કાર્યક્રમોમાં પણ મહિલા કાર્યકર્તાઓની હાજરી અગાઉના કાર્યક્રમો કરતા ઓછી હતી, આ મામલે મહિલા મોરચાની નિષ્ક્રીયતાના આઇબી રિપોર્ટ પણ ઉપર સુધી પહોંચ્યાં છે. રાજ્યમાં એક તરફ આમ આદમી પાર્ટીમાં મહિલાઓ સક્રિય થઇ રહી છે અને બીજી તરફ ભાજપમાં કાર્યકર્તાઓ નિષ્ફળ થઇ રહ્યાં છે, જેને લઇને ભાજપની ચિંતા વધવાની છે તે નક્કિ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post
2022-06-25 12:45:49
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39
ગાંધીનગર કોલવડા હત્યા કેસ, પુત્રીએ કટરથી પિતાનું ગળું કાપ્યું હતુ, પત્ની પણ હતી હત્યામાં સામેલ- Gujarat post
2022-06-24 18:28:13
માતા હીરાબાના 100 મા જન્મદિવસે પુત્ર નરેન્દ્ર મોદીએ લીધા આશીર્વાદ, માતાનાં ચરણ ધોઇને પાણી માથે ચડાવ્યું- Gujarat Post
2022-06-18 08:47:07
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી પર ઉર્જામંત્રીએ કહી આ વાત, No સ્ટોકના લાગ્યા છે પાટીયા- Gujarat Post
2022-06-17 11:28:18
ગુજરાતના આ વિસ્તારમાં થશે મેઘમહેર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ? Gujarat post
2022-06-15 15:03:26