Fri,19 April 2024,8:08 pm
Print
header

દેશમાં બોગસ ચલણી નોટ ઝડપી પાડવામાં ગુજરાત ત્રીજા ક્રમે, જાણો વધુ વિગતો

અમદાવાદઃ દેશના અર્થતંત્રને ખોરવવા કેટલાક દેશ વિરોધી તત્વો ચલણી નોટો માર્કેટમાં ફેરવી રહ્યાં છે. પરંતુ નવી નોટોમાં મૂકવામાં આવેલા કેટલાક ફીચર્સને કારણે નકલી નોટો ઝડપથી ઓળખાઈ જાય છે. ઉપરાંત હવે બેંકોમાં અસલી-નકલી નોટનો ભેદ પારખી શકતા મશીનો પણ આવી ગયા છે. જેને કારણે મોટી સંખ્યમાં બોગસ ચલણી નોટ સીઝ કરવામાં આવી છે. દેશમાં બોગસ ચલણી નોટ પકડી પાડવામાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો દ્વારા ક્રાઈમ ઈન ઈન્ડિયા 2020 નામના રિપોર્ટમાં જણાવાયા છે કે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ બાદ ગુજરાતમાંથી સૌથી વધુ નકલી ચલણી નોટ ઝડપાઈ છે. બોગસ ચલણી નોટના રેક્ટેમાં ગત વર્ષે ગુજરાતમાં 32 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં બોગસ ચલણી નોટ મળી આવી છે. પોલીસના કહેવા મુજબ પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલા ગામડાઓમાં આવી નોટે વધારે પ્રમાણમાં ફરે છે.

ગુજરાતમાં 2017માં 9 કરોડની કિંમતની વિવિધ દરની 80,519 નોટ સીઝ કરવામાં આવી હતી અને 71 એફઆઈઆર તથા 90 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 2018 માં 1.23 કરોડની કિંમતની વિવિધ દરની 28,855 નોટ સીઝ કરવામાં આવી હતી, 67 એફઆઈઆર તથા 56 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 2019માં 1.17 કરોડની કિંમતની વિવિધ દરની 44,5620 નોટ સીઝ કરવામાં આવી હતી, 82 એફઆઈઆર તથા 114 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગત વર્ષે 2.34 કરોડની કિંમતની વિવિધ દરની 27,934 નોટ સીઝ કરવામાં આવી હતી, 23 એફઆઈઆર તથા 32 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

વર્ષ 2020 માં મહારાષ્ટ્રમાં 2.32 કરોડ કિંમતની 98,664 નોટ જપ્ત કરાઈ હતી. પશ્ચિમ બંગાળામાં 4.31 કરોડની કિંમતની 35,514 નોટ, ગુજરાતમાંથી 2.34 કરોડની કિંમતની 27,914 નોટ, આસામમાંથી 1 કરોડની કિંમતની 21,430 નોટ તથા ઉત્તર પ્રદેશમાંથી 34.01 લાખની કિંમતની 18,489 નોટ જપ્ત કરાઈ હતી. વર્ષ 2017માં 2 હજારના દરની 30,658, 20018માં 2 હજારના દરની 2,722, 2019માં 2 હજારના દરની 14,464 તથા 2020માં 2 હજારના દરની 2,467 નોટ પકડાઈ હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch