રાજકોટઃ ગુજરાતી ફિલ્મોના જાણીતી અભિનેત્રી મોના થીબા હાલમાં તેમના એક વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં છે. એક ફિલ્મના પ્રમોશન દરમિયાન તેમણે વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવતા સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળ્યો હતો, જે બાદ અંતે તેમણે સ્પષ્ટતા કરી માફી માંગવી પડી છે.
ફિલ્મના પ્રમોશન દરમિયાન મોના થીબાએ કહ્યું હતું કે, વેશ્યાવૃત્તિ એક પ્રકારની સમાજ સેવા છે. આ વ્યવસાયને કારણે જ સમાજમાં દીકરીઓ સલામત છે અને બળાત્કારની ઘટનાઓ અટકે છે. તેમણે ઉમેર્યું હતું કે ઘણી મહિલાઓ મજબૂરીમાં, બાળકોનું પેટ ભરવા કે વ્યસની પતિને કારણે આ રસ્તો અપનાવે છે.
મોના થીબાના આ નિવેદન સામે કોંગ્રેસ ન નયનાબા જાડેજાએ આકરી પ્રતિક્રિયા આપતા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, "આ કયા પ્રકારની સમાજ સેવા છે ? આને ધંધો કહેવાય, સેવા નહીં. શું મજબૂર મહિલાઓ માટે બીજો કોઈ રસ્તો નથી ? એક મહિલા થઈને આવું બોલતા શરમ આવવી જોઈએ. જો મૂવી બનાવવી હોય તો સ્ત્રીઓ પર થતા અત્યાચાર પર બનાવો, આવા હીન કાર્યને સમાજ સેવા ન ગણાવો.
ખોડલધામના મહિલા ટ્રસ્ટી જેની ઠુંમરે જણાવ્યું હતું કે, મોના થીબાનું આ નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું તમે જાહેર જીવનના વ્યક્તિ છો. તમારા પતિ, સસરા ધારાસભ્ય રહી ચૂક્યા છે. આખો પરિવાર જાહેર જીવન સાથે સંકળાયેલો છે, ત્યારે આવા નિવદેન તમે કરો એ દુર્ભાગ્યપૂર્ણ છે. એક મહિલા તરીકે આ નિવેદન આપ્યા પછી તમારે શરમાવવું જોઇએ.
ચારેબાજુથી ટીકાઓ થતા હીતુ કનોડિયાના પત્ની મોના થીબાએ આ મામલે ખુલાસો કરતા જણાવ્યું કે, મેં જે પણ વાત કરી તે ફિલ્મની વાર્તા અને પાત્રના અનુસંધાને હતી, મારો કોઈ ખોટો હેતુ ન હતો. મારી વાતને ખોટા અર્થમાં લેવામાં આવી છે. હું પોતે આવી બાબતોને સપોર્ટ નથી કરતી. જો મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું તેની માફી માંગુ છું. અમે હંમેશા સંસ્કાર અને સંસ્કૃતિની વાતો કરીએ છીએ.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
ACB એ આ ગામના તલાટી સહિત 3 લોકોને લાંચ લેતા ઝડપી લીધા, રૂપિયા 30,000 ની કરી હતી માંગ | 2026-09-11 17:24:02
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો | 2026-09-10 18:09:55
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
જૂનાગઢ-પોરબંદરમાં રૂ. 351 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં પોલીસને સફળતા, મુખ્ય સૂત્રધાર દોઢ વર્ષે ઝડપાયો | 2026-08-31 20:13:39