Rajkot ACB Trap News: એસીબીના રાજકોટ એકમે એક સાથે બે ટ્રેપ કરીને ત્રણ આરોપીઓને લાંચ લેતા ઝડપી લીધા હતા. મોરબીના ઘુંટુ ગામના સરપંચનો પતિ અને તલાટી રૂા. 50,000ની તથા ભાણવડ તાલુકા પંચાયતનો આસિસ્ટન્ટ વર્ક મેનેજર રૂ. 3500ની લાંચ લેતા એસીબીની ઝપટમાં આવ્યાં છે.
એસીબીના જણાવ્યાં પ્રમાણે ફરિયાદીનો મોરબી તાલુકાના ઘુંટુ ગામે 4 વિઘાની જમીનમાં બિનખેતી થયેલો પ્લોટ આવેલો છે. જેમાં લાકડાની પ્લેટ બનાવવાનું યુનિટ ઉભું કરવાનું હોવાથી બાંધકામ કરવાની મંજૂરી માટે ઘુટું ગ્રામ પચાયતમાં અરજી કરી હતી. જેથી તલાટી કમ મંત્રી વિમલ સુંદરજીભાઈ ચંદ્રોલા અને ગામના સરપંચનો પતિ દેવજી હરખાભાઈ પરેચાએ રૂ. 50,000ની લાંચ માગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી મોરબી એસીબીમાં ફરિયાદ આપતા પીઆઈ એમ.એમ. લાલીવાલાએ ઘુટું ગ્રામ પંચાયતની કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી. દરમિયાન બંને આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યાર પછી તલાટી કમ મંત્રી વિમલે લાંચની રકમ સ્વીકારી હતી. તે સાથે જ એસીબીની ટીમે વિમલ અને સરપંચ પતિ દેવજીભાઈને સ્થળ પરથી રંગેહાથ ઝડપી લીધા હતા.
બીજા દેવભૂમિ દ્વારકાના કેસમાં ફરિયાદીએ રોજગાર અર્થેની મનરેગા યોજનાની વિવિધ પ્રકારની આશરે 266 યોજનાઓ પૈકી વાઢિયા ઘાસની વાવણી કરવા ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા સહાયના રૂ. 23,000 મંજૂર કરાયા હતા. જેમાંથી રૂ.14,000ની ચૂકવણી ફરિયાદીને કરી આપી હતી. બાકી રહેલી રૂ. 9000ની સહાયની ચૂકવણી માટે ફરિયાદીએ ભાણવડ તાલુકા પંચાયતમાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે નોકરી કરતાં મિહીર વી. બારોટનો સંપર્ક કરતાં તેણે સહાયની બાકી રહેતી ચૂકવણી માટે રૂ. 3500ની લાંચ માગી હતી. લાંચની રકમ સ્વીકારતા તેઓ એસીબીના છટકામાં સપડાયા હતા.
મોરબી જિલ્લાના ઘુંટુ ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા વિમલભાઈ સુંદરજીભાઈ ચંદ્રોલા અને પ્રજાજન ( ઘુંટુ ગામના સરપંચના પતિ) દેવજીભાઈ હરખાભાઈ પરેચા રૂ।.૫૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) October 25, 2024
Dial 1064@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat#ACBGujarat #Gujarat
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીત બદલ નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન, જાણો વિશ્વના નેતાઓએ તેમના સંદેશમાં શું કહ્યું? | 2024-11-06 14:47:19
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, જાણો પ્રથમ ભાષણમાં શું કહ્યું? | 2024-11-06 14:30:42
વાવ પેટા ચૂંટણીઃ અપક્ષ માવજી પટેલની ફટકાબાજી, કહ્યું- પાટીલનો પાવર ઉતારવાનો છે – Gujarat Post | 2024-11-06 14:15:57
Temple: આ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા હવે ફી ચૂકવવી પડશે- Gujarat Post | 2024-11-06 09:23:48
અમેરિકમાં ચૂંટણી પરિણામ આવવાના શરૂ, ટ્રમ્પને 17 અને કમલા હેરિસને 9 રાજ્યોમાં લીડ- Gujarat Post | 2024-11-06 09:08:35
બેફામ બુટલેગરો... દસાડામાં દારૂની ગાડી રોકવા જતા SMC ના PSI પઠાણ શહીદ થયા | 2024-11-05 11:13:18
Amreli: જાફરાબાદમાં સિંહણે બાળકીને માતાની નજર સમક્ષ ફાડી ખાધી- Gujarat Post | 2024-11-05 10:30:55
ACB ટ્રેપઃ મહિસાગરમાં નિવૃત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર 6,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2024-11-04 22:20:44
રાજકોટમાં શિક્ષકોના ત્રાસથી વિદ્યાર્થીએ કર્યો આપઘાત, સ્યૂસાઇડ નોટ વાંચીને તમે પણ રડી ઉઠશો- Gujarat Post | 2024-10-20 08:35:23
ગુજરાતમાં ED ના દરોડા, GST કૌભાંડમાં અમદાવાદ, જૂનાગઢ સહિત અનેક જગ્યાએ તપાસ | 2024-10-17 18:15:55
આખરે એટ્રોસિટી કેસમાં હાઇકોર્ટે ગણેશ ગોંડલને આપ્યાં શરતી જામીન, જૂનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ | 2024-10-03 21:02:05
Rajkot News: રાજકોટ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ ફોટો શેર કરાયા, મેયર સહિત અન્ય મહિલાઓ પણ હતા ગ્રુપમાં- Gujarat Post | 2024-09-21 17:15:21