લઠ્ઠાકાંડને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલના એસ.પી.નિર્લિપ્ત રાય પણ પહોંચી ગયા
લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશની પીપળજથી ધરપકડ કરાઇ
બોટાદઃ રાજ્યમાં થયેલા લઠ્ઠાકાંડે સમગ્ર રાજ્યને હડમચાવી દીધુ છે. અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત થઇ ગયા છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. લઠ્ઠાકાંડને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલના એસ.પી. નિર્લિપ્ત રાય પણ સ્થળે પહોંચી ગયા છે. તેઓ હાલ આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યાં છે. લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયું હતુ. ATS, ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી છે અને તપાસ કરી રહી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડીજીપી આશિષ ભાટિયા, એડીજીપી નરસિમ્હા કોમર, નીરજા ગોટરૂ હાજર રહ્યાં હતા. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, મુખ્ય આરોપી જયેશની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આરોપીએ 40 હજાર રૂપિયામાં કેમિકલ વેચ્યું હતું. તમામે કેમિકલ અને પાણીનું મિશ્રણ પીધું હતું. માત્ર એટલું જ નહીં જયેશને જાણ હતી કે, મિથેનોલ પીવાથી મોત થાય છે.
પોલીસે 14 બુટલેગરો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો
દારૂમાં કેમિકલ ભેળવી લોકોનાં મોત નિપજાવ્યાનો ગુનો દાખલ
બરવાળા પોલીસે 14 બુટલેગરો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તમામ આરોપીઓએ ભેગા મળીને ઈરાદા પૂર્વક દારૂમાં કેમિકલ ભેળવીને લોકોની હત્યા કરી છે. રોજીદ, ચોકડી, નભોઈ, ધંધુકા, રાણપરી, વૈયા અને પોલાર પુર સહિતના ગામોના બૂટલેગર પર બરવાળા PSIએ ફરિયાદ દાખલ કરી છે.
અહીં પોલીસની પણ બેદરકારી છે. બરવાળાના મહિલા ASI અને હોમગાર્ડ જવાનનો દેશી દારૂના બુટલેગર સાથે વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો છે. બુટલેગર મહિલા ASIને ચોકડી ગામના બુટલેગરનો હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યો છે.. આ બુટલેગર બરવાળાના હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી સાથે ચોકડી ગામના બુટલેગરનો હપ્તો નક્કી કરાવાની વાત કરી રહ્યો છે. ચોકડી ગામના બુટલેગર મેહુલની અહીં વાત છે. તમે કેટલો હપ્તો લેશો અને મારી પાસે મેડમના પૈસા લેવા ક્યારે આવશો તેવી વાત પણ કરી રહ્યો છે. આ ઓડિયો કલીપ વાયરલ થઈ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ- Gujaratpost
2022-08-07 20:37:54
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ફરી જામશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના- Gujaratpost
2022-08-06 19:48:28