Thu,25 April 2024,2:00 pm
Print
header

ગુજરાત રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી, નરેન્દ્ર મોદીને ક્લિનચીટ- Gujaratpost

ઝાકિયા જાફરીએ SITના રિપોર્ટને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો

28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદમાં ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં થયો હતો હત્યાકાંડ 

નવી દિલ્હીઃ ગુજરાત રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ અરજી મેન્ટેનેબલ નથી. SITએ નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી. SITના રિપોર્ટને ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જો કે હવે સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. આ પહેલા ગુજરાત હાઈકોર્ટે 2002ના ગુલબર્ગ સોસાયટી રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી. કોર્ટે આ મામલામાં ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધી હતી. આ અરજી રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યને નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટ વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી.

અરજીમાં નરેન્દ્ર મોદી અને અન્ય 59 લોકોને રમખાણોના સંબંધમાં ગુનાહિત ષડયંત્રનો આરોપ લગાવવાની માંગ કરવામાં આવી હતી.ગુજરાત હાઈકોર્ટે ઝાકિયા જાફરી અને સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની એનજીઓ 'સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ' દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી પર સુનાવણી કરી હતી. અરજીમાં 2002ના રમખાણો પાછળના કથિત મોટા ગુનાહિત કાવતરાના કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT) દ્વારા નરેન્દ્ર મોદી સહિત 56 લોકોને આપવામાં આવેલી ક્લીનચીટને યથાવત રાખવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો.

આ કેસમાં અરજદારના વકીલ કપિલ સિબ્બલે કોર્ટને કહ્યું કે SITએ કેસના મહત્વપૂર્ણ પાસાઓ પર તપાસ કરી નથી. તેનાથી એ સાબિત થાય છે કે પોલીસ આ કેસમાં એક્ટિવ નથી. સિબ્બલે એ પણ કહ્યું હતું કે SITએ જે રીતે તપાસ કરી તેના પરથી લાગે છે કે તે કઈંક છુપાવવાની કોશિશ કરી રહી છે. SITના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું, કોઈને પણ બચાવવામાં આવ્યાં નથી અને સમગ્ર તપાસ ઉડાણપૂર્વક થઈ છે. કુલ 275 લોકોની પૂછપરછ થઈ છે. કોઈ પણ એવો પુરાવો મળ્યો નથી,જેના પરથી ષડયંત્ર સાબિત થાય.

28 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગુલબર્ગ સોસાયટીમાં એહસાન જાફરી સહિત લગભગ 68 લોકોની એક ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી.સ્પેશિયલ એસઆઈટી કોર્ટે ગયા વર્ષે ગુલબર્ગ કેસમાં 24 લોકોને દોષિત ઠેરવ્યાં હતા પરંતુ હત્યા પાછળ કોઈ મોટા ષડયંત્રને નકારી કાઢ્યું હતું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch