રાજ્યમાં ગોધરા અને શહેરામાં સાડા નવ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
વરસાદની આગાહીને પગલે 5 જિલ્લાઓમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી
અમદાવાદઃ ચોમાસું ભાદરવો ભરપૂર...કહેવતના સાર્થક કરતું હોય તેમ ગુજરાતને ધમરોળી રહ્યું છે.બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જે પૈકી 100 તાલુકાઓમાં 1 થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગોધરા અને શહેરામાં સાડા નવ ઈંચ, વીરપુરમાં સવા નવ ઈંચ, તલોદ, બાયડ અને ધનસુરામાં આઠ-આઠ ઈંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને આજે નર્મદા, દાહોદ, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભરૂચ અને વડોદરા જિલ્લામાં નદી કાંઠા વિસ્તારોમાં આવતી સ્કૂલોમાં રજા આપવામાં આવી છે.ભરૂચમાં નર્મદા નદીનું સ્તર 40 ફૂટને પાર કરી જતાં અનેક સોસાયટીમાં પાણી ફરી વળ્યાં છે. ઉપરવાસમાં પાણીના ભારે આવકથી સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને પહોંચી 138.68 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ સાત લાખ 15 હજાર 327 ક્યુસેક પાણીની આવક સામે સાત લાખ 14 હજાર 747 ક્યુસેક પાણીની જાવક છે.
રાજ્યના પાંચ જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ખેડા,અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, દાહોદનો સમાવેશ થાય છે. સાત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરાનો સમાવેશ થાય છે.
વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો છે. નર્મદાની ભયજનક સપાટીને લઈને રેલવેએ મોટો નિર્ણય લીધો છે. જે મુજબ અમદાવાદ-મુંબઈને સાંકળતી 17 ટ્રેનો રદ્દ કરાઈ છે.
#WATCH | Gujarat | Heavy rainfall in Bharuch causes waterlogging in the city. Visuals from various parts of the city. pic.twitter.com/qRHNZR1iaN
— ANI (@ANI) September 18, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
સીરિયામાં હાહાકાર, રાષ્ટ્રપતિ અશદે ભાગવું પડ્યું, બળવાખોરોએ અનેક જગ્યાઓ પર કરી લીધો કબ્જો | 2024-12-08 11:44:47
અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત | 2024-12-08 10:38:19
ગાંધીનગર પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા 2 લોકોનાં મોત, પતરાં ચીરી લાશો બહાર કાઢી | 2024-12-08 09:57:39
અમદાવાદઃ તાંત્રિક વિદ્યાના નામે છેતરપિંડી અને હત્યાનું કાવતરું, પોલીસે કર્યો પ્લાનનો પર્દાફાશ | 2024-12-07 09:43:57
રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની બેઠક પરથી ચલણી નોટોનાં બંડલ મળ્યાં, કોંગ્રેસે કહ્યું અદાણી મામલે ધ્યાન ભટકાવવા સરકારે કર્યું ષડયંત્ર | 2024-12-06 14:25:45
ગુજરાતમાં 13 નકલી ડોક્ટર ઝડપાયા, રૂ. 75 હજારમાં નકલી ડિગ્રી આપવાની આ રમત 2002થી ચાલી રહી હતી | 2024-12-06 12:14:34
ગીર સોમનાથમાં ગેરકાયદેસર દારૂનો નાશ કરવાનો હતો તે જથ્થામાંથી ASIએ જ દારૂની બોટલો ચોરી લીધી | 2024-12-06 09:48:06
ગુજરાતમાં હવે નકલી ઇડીના અધિકારીઓ, કચ્છમાં લાખો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી | 2024-12-06 09:34:59
પુષ્પા- 2 એ એડવાન્સ બુકિંગમાં મચાવ્યો હાહાકાર, રિલીઝ પહેલા આટલી કમાણી, જાણીને તમે ચોંકી જશો | 2024-12-04 10:53:32
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન બે જૂથોમાં જોરદાર અથડામણ, 100 થી વધુ લોકોનાં મોત | 2024-12-03 08:50:53
તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી, ભૂસ્ખલનમાં બાળક સહિત 7 લોકો દટાયા | 2024-12-02 09:11:30
રૂપિયા 186 કરોડનું જીએસટી કૌભાંડ...રાજકોટના ઇન્ફિનિટી એક્ઝિમના ભાગીદારની ધરપકડ કરાઇ | 2024-12-05 10:28:17
નડિયાદ બિલોદરા બ્રિજ પર કારનું ટાયર ફાટતાં ભયંકર અકસ્માત સર્જાયો, ત્રણ લોકોનાં ઘટના સ્થળે મોત | 2024-12-04 09:59:49
આ સર્કલ ઓફિસરને ACB એ શીખવી દીધો સબક, રૂપિયા 10,000 ની લાંચ સાથે ઝડપાયા | 2024-12-03 16:25:41