(વાયરલ વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)
Gujarat Post Fact check news: NEET પેપર લીક કેસમાં પોલીસ અને તપાસ એજન્સીઓ કાર્યવાહી કરી રહી છે. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે દાવો કરવામાં આવી રહ્યો છે કે NEET પેપર લીક કેસમાં ઝારખંડના દેવઘરથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ કોંગ્રેસ પાર્ટી ઓફિસમાં છુપાયા હતા. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેટલાક લોકોની ધરપકડ કર્યાં બાદ તેમને દોરડાથી બાંધીને લઈ જવામાં આવી રહ્યાં છે. જો કે, અમારા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર શેર થઈ રહ્યો છે.
મુકેશ સિંહ નામના યુઝરે 27 જૂને ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા મુકેશ સિંહે દાવો કર્યો કે, "NEET પેપર લીકના 6 આરોપીઓ ઝારખંડના દેવઘર સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં છુપાયેલા હતા. આ જુઓ અને અન્ય લોકો સાથે શેર કરો જેથી કરીને કોંગ્રેસનો અસલી ચહેરો દેખાઈ શકે.
આ વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વીડિયો ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે ANIએ લખ્યું છે કે, NEET UG કેસમાં ધરપકડ કરાયેલા 6 આરોપીઓની મેડિકલ તપાસ બાદ તેમને પટનાની LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. તમને જણાવી દઈએ કે 21 જૂને વીડિયોમાં દેખાતા આરોપીઓની કોંગ્રેસ કાર્યાલયમાંથી નહીં પણ દેવઘરથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ પંકુ કુમાર, પરમજીત સિંહ ઉર્ફે બિટ્ટુ, ચિન્ટુ ઉર્ફે બલદેવ કુમાર, કાજુ ઉર્ફે પ્રશાંત કુમાર, અજીત કુમાર અને રાજીવ કુમાર ઉર્ફે કારુ છે.આમ સોશિયલ મીડિયા પર કરવામાં આવતો દાવો ખોટો છે. વીડિયોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે.
#WATCH | Bihar: 6 accused arrested in connection with UG NEET case being taken from LNJP hospital, Patna after their medical examination.
— ANI (@ANI) June 23, 2024
Bihar Police arrested the accused from Jharkhand's Deoghar on June 21. pic.twitter.com/sOmBKQUHtS
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ભારત માટે ખતરનાક, CDS ચૌહાણે આપી મોટી ચેતવણી | 2025-07-09 08:29:38
ભારત બંધઃ આજે ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો હડતાળ પર, આ સેવાઓ પર થશે અસર | 2025-07-09 08:14:57
ઉદ્યોગપતિ ગોપાલ ખેમકા હત્યા કેસમાં બિહાર પોલીસે કરી કાર્યવાહી, એક આરોપી ઠાર | 2025-07-08 09:03:44
GST નું આ કૌભાંડ નીકળ્યું 5,000 કરોડ રૂપિયાનું, જાણો- કૌભાંડીઓ સામે ED એ શું કરી કાર્યવાહી ? | 2025-07-07 20:09:14
ભાષા વિવાદ પર રાજ ઠાકરેની ધમકી....જો કોઈ વધારે પડતું નાટક કરે છે, તો તેને કાનની નીચે બજાવો | 2025-07-06 09:21:30
FACT CHECK: ચિત્રને સ્પર્શ કરો અને તમને કેશબેક મળશે ! સોશિયલ મીડિયા પર ઘણી નકલી પોસ્ટ વાયરલ થઈ રહી છે | 2025-07-04 09:08:47
Fact Check: G-7 સમિટ દરમિયાન કેનેડામાં ખાલિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી ? જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2025-06-19 13:13:39
Fact check: લેબનોનમાં થયેલા વિસ્ફોટના વીડિયોને અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વીડિયો હોવાનું કહીને શેર કરવામાં આવી રહ્યો છે | 2025-06-17 09:50:15
Fact Check: પૂર્વ સીએમ વિજય રૂપાણીનો આ ફોટો અંતિમ ફોટો નથી, વર્ષ 2021 નો ફોટો છેલ્લો હોવાનું કહીને વાઇરલ કરાયો છે | 2025-06-13 12:55:21
Fact Check: રૂ. 21,000 નું રોકાણ કરીને દરરોજ રૂ. 60,000 કમાવવાનો વીડિયો, જાણો કેટલું સાચું છે અને કેટલું ખોટું છે? | 2025-06-11 08:08:42