ભાજપના ધારાસભ્યોની કફોડી દશા, મત વિસ્તારના પ્રશ્નોને વાચા જ નથી મળતી
વધુ એક ધારાસભ્યને કડવો અનુભવ થયો
ભૂપેન્દ્ર પટેલ સરકારની વિશ્વાસનીયતા ઘટની રહી છે
Gujarat Politics: રાજ્યમાં ધારાસભ્યોનું કોઈ સાંભળતું ન હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કચ્છમાં લખપત વિસ્તારમાં છેર નાની ગામે આવેલાં જીએમડીસી સંચાલિત એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં આશરે 350 કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાયા છે. મોટાભાગના કર્મચારીઓ લાંબા સમયથી નોકરી કરતાં હતાં તેમ છતાં તેમને જાણ કર્યાં વિના છૂટા કરી દેવાયા છે. સરહદી વિસ્તાર હોવાથી સ્થાનિકો માટે નોકરી એક માત્ર રોજગારી છે. નોકરી છિનવાઇ જતાં 350 કર્મચારીઓ છેલ્લાં 20 દિવસથી ધરણાં કરીને વિરોધ કરી રહ્યાં છે. આમ છતાં હજુ સુધી કોઇ ઉકેલ આવી શક્યો નથી.
હવે આ મામલે અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીથી માંડીને મંત્રીને આ મામલે રજૂઆત કરી હતી. તેમ છતાં પ્રશ્ન હલ થઇ શક્યો નહીં. આ કારણોસર ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળવા પહોંચ્યાં હતાં. ધારાસભ્યએ એવું કહ્યું કે,'આપ તો, મુખ્યમંત્રી સે ઉપર હો. આપ કહોગે તો હમારા કામ હો જાયેગાં.' આ સાંભળીને એક તબક્કે રાજ્યપાલને પણ નવાઇ થઇ હશે, આ પરથી એક પ્રસ્થાપિત થાય છે કે, ભાજપના ધારાસભ્યનું કોઇ સાંભળનાર નથી. આ જોતાં ધારાસભ્ય પણ હવે રાજ્યપાલને ફરિયાદ કરવા માંડ્યા છે.
આ પહેલા સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી પણ વિવિધ પ્રશ્નોને લઈ સરકાર સામે મોરચો માંડી ચુક્યા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વીડિયો વાઇરલ, ગુજરાત સરકારના આ મંત્રીજી હવે ધરાઇ ગયા લાગે છે...! ઋષિકેશ પટેલે કહી દીધું...કાઢી મેલે તો કાઢી મેલે | 2024-10-07 19:43:31
વડોદરા ગેંગરેપના વિધર્મી આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં, 1100 સીસીટીવી, 1000 મકાનોમાં તપાસ કરી | 2024-10-07 18:57:48
અંબાજીમાં ત્રીશુળીયા ઘાટ પાસે ખેડા જિલ્લાના કઠલાલની બસ પલટી ગઇ, 4 શ્રદ્ધાળુઓનાં મોત, 24 લોકો ઘાયલ | 2024-10-07 10:40:28
રાજસ્થાનઃ નવરાત્રિમાં માતાજીની ઝાંખી જોઈ રહેલા લોકો પર કાર ફરી વળી, નશામાં હતો ચાલક- Gujarat Post | 2024-10-07 10:28:46
Vadodara News: વડોદરામાં યુવતીએ પોલીસ સાથે કરી હાથાપાઇ, પોતાના કપડા પણ ફાડી નાખ્યાં- Gujarat Post | 2024-10-07 10:21:12
નવરાત્રીમાં હજારો સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની ભેટ, વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ | 2024-10-06 19:59:02
નાયબ સીએમનું પદ ગયા પછી નીતિન પટેલને હવે ઘણા પ્રજાલક્ષી મુદ્દાઓ યાદ આવી રહ્યાં છે, ભેળસેળ બાબતે આપી ચીમકી | 2024-10-02 11:40:02
હવે ધારાસભ્યોનો ગુસ્સો ફૂટી રહ્યો છે, મુખ્યમંત્રીને જે રિપોર્ટિંગ કરવું હોય તે કરી દેજો, આ IAS ને પબુભા માણેકે સંભળાવી દીધું- Gujarat Post | 2024-10-02 11:29:46
દિલ્હીમાં ભાજપના નેતાની કાર પર ફાયરિંગ, ગેંગસ્ટરે ફેંકી છેલ્લી ચેતવણીની ચિઠ્ઠી- Gujarat Post Delhi | 2024-10-01 10:35:50
Politics: પંજાબમાં ભાજપને મોટો ફટકો, સુનીલ જાખડે પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું- Gujarat Post | 2024-09-27 10:49:07
બેફામ અધિકારીઓ....આ IRS અધિકારી પોતાને ગણે છે GST ના મોદી, વેપારીઓ પર રૌફ જમાવવા કરી રહ્યાં હતા ગતકડાં | 2024-10-06 13:35:21
કરોડો રૂપિયાના ઊંઝા APMC સેસ કૌભાંડમાં ચોકીદાર જ ચોર ! ભાજપ પાસે હવે પવિત્ર થવાનો મોકો, ચૂંટણી પહેલા ભ્રષ્ટાચારીઓને ઘરભેગા કરો | 2024-10-06 11:19:13
ભાવનગરઃ આ ગામમાં વરસાદ વગર જ કેડ સમા ભરાયા પાણી, લોકોમાં રોષ- Gujarat Post | 2024-10-06 09:55:45