(ફાઈલ તસવીર)
Latest Political News: ગુજરાતમાં ચૂંટણી સમયે પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલે છે. ચૂંટણીમાં પોતાનો સ્વાર્થ પૂરો ન થતાં કેટલાક નેતાઓ નારાજ થઈ જાય છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા લાગે છે. ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીને ‘નંદો’ કહીને હાંસી ઉડાવનારા જવાહર ચાવડા ભાજપમાં સામેલ થયા હતા. જોકે થોડા સમયથી પક્ષમાં તેમની અવગણના થઈ રહી હોવાથી નારાજ થયા છે અને લેટર બોમ્બ દ્વારા પક્ષની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી રહ્યાં હોવાનું ભાજપના લોકોનું કહેવું છે.
લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટો કરીને ભાજપની સીટ પરથી પેટા ચૂંટણી લડીને વિજેતા બનેલા અરવિંદ લાડાણીએ પણ હવે જવાહર ચાવડા સામે મોરચો માંડ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, માણાવદર માર્કેટ યાર્ડ પર જવાહર ચાવડાનું આધિપત્ય હતું ત્યારે માટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તેમણે સહકાર મંત્રી જગદીશ પંચાલને પત્ર લખીને જણાવ્યું છે કે, માણાવદર માર્કેટ યાર્ડમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. માર્કેટ યાર્ડના બિલ્ડીંગ માટે બેંક પાસેથી રૂ.1.5 કરોડની લોન લેવામાં આવી હતી. હવે બેંકમાં 4.5 કરોડ રૂપિયા ભરવાના બાકી છે. એક વર્ષ થવા છતાં યાર્ડના કર્મચારીઓનો પગાર થઈ શક્યો નથી.
લાડાણીની લેટર બોમ્બ બાદ જવાહર ચાવડાની મુશ્કેલી વધી શકે છે. ભાજપમાં થતાં ગણગણાટ મુજબ પક્ષ પલટો કરીને આવેલા નેતાઓ મંત્રી બન્યાં બાદ કે તેમની અવગણના થવાથી નારાજ છે અને કોંગ્રેસમાં જે રીતે બળવો કરતા હતા. તેવી જ રીતે ભાજપને પણ ભીંસમાં લેવા દાવપેચ રમી રહ્યાં છે. જો કે તેનાથી શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીને જ નુકસાન થઈ રહ્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વીડિયો વાઇરલ, ગુજરાત સરકારના આ મંત્રીજી હવે ધરાઇ ગયા લાગે છે...! ઋષિકેશ પટેલે કહી દીધું...કાઢી મેલે તો કાઢી મેલે | 2024-10-07 19:43:31
વડોદરા ગેંગરેપના વિધર્મી આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં, 1100 સીસીટીવી, 1000 મકાનોમાં તપાસ કરી | 2024-10-07 18:57:48
અંબાજીમાં ત્રીશુળીયા ઘાટ પાસે ખેડા જિલ્લાના કઠલાલની બસ પલટી ગઇ, 4 શ્રદ્ધાળુઓનાં મોત, 24 લોકો ઘાયલ | 2024-10-07 10:40:28
રાજસ્થાનઃ નવરાત્રિમાં માતાજીની ઝાંખી જોઈ રહેલા લોકો પર કાર ફરી વળી, નશામાં હતો ચાલક- Gujarat Post | 2024-10-07 10:28:46
Vadodara News: વડોદરામાં યુવતીએ પોલીસ સાથે કરી હાથાપાઇ, પોતાના કપડા પણ ફાડી નાખ્યાં- Gujarat Post | 2024-10-07 10:21:12
નવરાત્રીમાં હજારો સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની ભેટ, વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ | 2024-10-06 19:59:02
નાયબ સીએમનું પદ ગયા પછી નીતિન પટેલને હવે ઘણા પ્રજાલક્ષી મુદ્દાઓ યાદ આવી રહ્યાં છે, ભેળસેળ બાબતે આપી ચીમકી | 2024-10-02 11:40:02
હવે ધારાસભ્યોનો ગુસ્સો ફૂટી રહ્યો છે, મુખ્યમંત્રીને જે રિપોર્ટિંગ કરવું હોય તે કરી દેજો, આ IAS ને પબુભા માણેકે સંભળાવી દીધું- Gujarat Post | 2024-10-02 11:29:46
દિલ્હીમાં ભાજપના નેતાની કાર પર ફાયરિંગ, ગેંગસ્ટરે ફેંકી છેલ્લી ચેતવણીની ચિઠ્ઠી- Gujarat Post Delhi | 2024-10-01 10:35:50
ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનો સીએમ ભૂપેન્દ્ર પટેલ પર વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે, હવે રાજ્યપાલ સામે કરવી પડી રહી છે રજૂઆત | 2024-10-01 10:01:18
Politics: પંજાબમાં ભાજપને મોટો ફટકો, સુનીલ જાખડે પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું- Gujarat Post | 2024-09-27 10:49:07
કોલકાતા ડોક્ટર દુષ્કર્મ-હત્યા મુદ્દે પોસ્ટ કરનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદની સનસનીખેજ ઘટના પર ક્યારે બોલશે ? Gujarat Post | 2024-09-26 10:47:03
IPS ધર્મેન્દ્ર શર્માને ક્યારે સસ્પેન્ડ કરશે રાજ્ય સરકાર ? દુષ્કર્મ કેસમાં મહિલાને ન્યાય મળે તે જરૂરી | 2024-09-25 19:24:52