અમદાવાદઃ ગુજરાત પોલીસે અંદાજે 804 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારી આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં સુરતમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ દુબઈ, વિયેતનામ અને કંબોડિયાથી કામ કરતી હતી.
આ ગેંગ દેશભરના લોકોને નિશાન બનાવતી હતી.સામાન્ય નાગરિકોને તેમના બેંક ખાતા અને સિમકાર્ડ મેળવવા માટે 1.5 થી 2 ટકા કમિશનની લાલચ આપતી હતી, જેનો ઉપયોગ તેઓ સાયબર છેતરપિંડી માટે કરતા હતા. આ ગેંગે દેશભરમાં 1,549 સાયબર ગુનાઓ કર્યા હતા. આ ગેંગે નાગરિકો સાથે અંદાજે રૂ. 804 કરોડની છેતરપિંડી કરી હતી. ગેંગના સભ્યોએ ગુજરાતમાં 141 ડિજિટલ છેતરપિંડી દ્વારા રૂ. 17.75 કરોડની લૂંટ કરી હતી.
ગુજરાત પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું
ગુજરાત પોલીસે આ કાર્યવાહીના ભાગ રૂપે, સુરતમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 65 મોબાઇલ ફોન, 447 ડેબિટ કાર્ડ, 529 બેંક એકાઉન્ટ કીટ અને 686 સિમ કાર્ડ મળી આવ્યાં છે.
છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને પૈસા પરત કરવામાં આવ્યાં
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર છેતરપિંડીના ભોગ બનેલા લોકોને રૂ. 5.51 કરોડ પરત આપ્યાં હતા. વડોદરાના વરિષ્ઠ નાગરિકને પ્રતિષ્ઠિત વીમા કંપનીના નામે મોટા નફાના વચનો આપીને છેતરવામાં આવ્યાં હતા. પીડિતને તેમના રૂ.4.91 કરોડ પાછા મળ્યાં છે.
અમદાવાદમાં વરિષ્ઠ નાગરિકને ડ્રગ્સ કેસની ધમકી આપ્યા બાદ ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમને પણ બચાવી લેવાયા હતા અને પોલીસે સાઇબર ગેંગનો પર્દાફાશ કર્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયોને ફોન પર કહ્યું કે આ હુમલો કોઈપણ રીતે વાજબી નથી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50
અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોર માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ | 2026-06-04 17:49:45
બિલ વગરનો માલ, SGST એ અમદાવાદમાં એક બસમાંથી 120 કિલો ચાંદી અને 700 ગ્રામ સોનું કર્યું જપ્ત | 2026-06-02 13:39:39