Wed,24 April 2024,8:28 pm
Print
header

હવે પેપર ફોડનારને થશે કડક સજા, ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક વિધાનસભામાં રજૂ કરાયું

સ્કૂલો-કોલેજો આ નિયમોમાંથી હશે બાકાત

પેપર ફોડનારને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ

પેપર ખરીદનાર સામે પણ થશે કાર્યવાહી 

ગાંધીનગરઃ વિધાનભામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અંગેનું મહત્વનું વિધેયક રજૂ કરાયું હતુ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વિધેયક રજૂ કર્યું હતુ, જેમાં પરીક્ષાઓમાં ગેરરીતિ અને પેપર ફોડવા જેવી બાબતોને લઇને ઓછામાં ઓછી 7 વર્ષની કેદની સજા અને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષા માટે નિમાયેલી કોઈ વ્યક્તિને પરીક્ષા કેન્દ્રમાં જતા અટકાવવા કે ધમકાવવા બદલ પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ મોટા દંડની જોગવાઇ કરાઇ છે.

ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિવેદન આપતાં કહ્યું, દેર આયે દુરસ્ત આયે. પેપર ફૂટ્યા બાદ ઉમેદવારો અને તેમના પરિવારની વેદના સરકારને 27 વર્ષે સમજાઈ છે. માત્ર પેપર નથી ફૂટતા લોકોના સપના તૂટી જાય છે, અત્યાર સુધીમાં ભાજપના રાજમાં અનેક પેપરો ફૂટ્યાં છે. આ વિધેયક માત્ર કાયદો બનીને ન રહી જાય પરંતુ તેનો કડક અમલ થવો જોઈએ.એક કે બે વાર પેપર ફૂટે તો તેને ભૂલ કહેવાય, 2014થી ચાલતી ડબલ એન્જિન સરકારમાં 12 કરતા વધુ પરીક્ષાઓના પેપરો ફૂટ્યા છે.નોંધનિય છે કે હાલમાં જ જુનિયર કર્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા લાખો ઉમેદવારોએ પરીક્ષા આપ્યાં વિના જ ઘરે જવાનો વારો આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch