Thu,23 September 2021,10:19 am
Print
header

Gujarat New CM: કોણે મળશે મુખ્યપ્રધાનની ખુરશી ? આજે બપોર બાદ થશે ફેંસલો

ગાંધીનગરઃ ગઇકાલે સરદારધામમાં વિજય રૂપાણીએ આપેલી હાજરી મુખ્યમંત્રી તરીકે કોઈ કાર્યક્રમમાં આપેલી તેમની સત્તાવાર અંતિમ હાજરી બની ગઇ છે. જે બાદ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે ગુજરાતના નવા સીએમની શોધખોળ શરૂ થઇ છે.  

આજે બપોરે 2 વાગ્યે કમલમમાં મળનારી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામને લઈને ચર્ચા વિચારણા થશે. ધારાસભ્યોની આ બેઠક પછી ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવશે. નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થયા બાદ મંત્રી મંડળનું વિસ્તરણ પણ કરાશે. 

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં જ્ઞાાતિવાદી ગણિતોને આધારે બેઠકો અને હોદ્દાઓની ફાળવણી થવાની સંભાવના છે. પાટીદારોમાંથી ચાર પાંચ નામ અત્યારે મુખ્યમંત્રીના હોદ્દા માટે બોલાઈ રહ્યાં છે. તેમાં નીતિન પટેલ, દિવ દમણના વહીવટદાર પ્રફુલ પટેલ, કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને બિહાર-ઉત્તર પ્રદેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા અદા કરી રહેલા અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાના નામ લેવાઈ રહ્યાં છે. તેવી જ રીતે અન્ય પછાત વર્ગની વ્યક્તિઓને નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો આપવામાં આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. જેમાં ગણપત વસાવાનું નામ મોખરે છે.

2022માં ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીમાં ભાજપનો ડંકો વાગે તે માટે નવા નેતાને તૈયારી કરવાનો મોકો મળે તે જ ગણતરીથી વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ રૂપાણી પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે.2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 100 સીટ પણ મેળવી શકી ન હતી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મોટાભાગની બેઠકોનું ટાર્ગેટ રાખીને ચૂંટણીના મેદાનમાં ઉતરશે. તેથી વહેલી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તેના ભાગરૂપે જ રૂપાણીનું રાજીનામું લઈને પરિવર્તન લાવવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch